Connect with us

Vadodara

બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પાલિકા અને પોલીસ તંત્ર દોડ્યું

Published

on

  • આ સર્ટીફીકેટમાં નીચે કરેલી અધિકારીની સહી અને સાથે જ મુકવામાં આવેલો ક્યૂઆર કોડ બંને ખોટા જણાઇ આવ્યા છે. – આસિ. મ્યુનિ. કમિ.
  • વડોદરામાં બોગસ સર્ટીફીકેટ મળી આવવાનો સિલસિલો જારી
  • વધુ એક વખત બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા મામલો પોલીસને સોંપાયો
  • આ અગાઉ પણ પાલિકાનું બોગસ સર્ટીફીકેટ બનાવવામાં આવ્યું હતું
  • સાયબર કાફેમાંથી રૂ. 500 આપીને બનાવડાવ્યું હોવાનું શકમંદે મીડિયાને જણાવ્યું

વડોદરા માં બોગસ સર્ટીફીકેટ  મળી આવવાનો સિલસિલો જારી છે. આજરોજ પાલિકાના આસિ. મ્યુનિ. કમિ દ્વારા તપાસણી દરમિયાન બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી છે. બર્થ સર્ટીફીકેટ બનાવનાર પરિવારના મોભીએ આ અલવાનાકા પાસેના સાયબર કાફેમાં બનાવડાવ્યું હોવાનું જણાવ્યું છે. આ અગાઉ પણ બોગસ સર્ટીફીકેટ મળી આવ્યાના કિસ્સાઓ સપાટી પર આવ્યા છે. પાલિકાના અધિકારીનું કહેવું છે કે, ઘટનાઓ સામે આવતા અમે વેરીફીકેશન સ્ટ્રોંગ કરી દીધું છે. આ ઘટના સામે આવતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી છે. આ ઘટના વોર્ડ નં – 19 માં સામે આવી છે.

પાલિકાની આસિ. મ્યુનિ કમિ. (સાઉથ) સમીર જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારે ત્યાં કોઇ પણ ડોક્યૂમેન્ટનું વેરીફીકેશન કરવા માટેની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે. કોઇ પણ ડોક્યૂમેન્ટ રજુ કરવામાં આવે તેને વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવે છે. બાદમાં જે તે વિભાગના એસઓડીને મોકલવામાં આવે છે. ત્યાર બાદ તેમના દ્વારા વેરીફાય કરીને માહિતી આપવામાં આવે છે. આ કોઇ રેડીમેડ ફોરમેટમાં બનાવવામાં આવ્યું છે. નામ ફેર કરાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત આ ડોક્યૂમેન્ટ અમારા સુધી આવ્યું હતું. ગુજરાતીથી અન્ય કોઇ ભાષામાં ડોક્યૂમેન્ટ બનાવવામાં કોઇ ભાષાકિય ભૂલ ના થાય તે માટે આ કરવામાં આવે છે.

વધુમાં જણાવ્યું કે, બોગસ સર્ટીફીકેટ પકડી પાડવા માટે અમારી પાસે ત્રિ સ્તરીય ચકાસણીની વ્યવસ્થા છે. આ પ્રમાણ પત્ર વોટ્સએપ મારફતે અમારા આંતરિક વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું. જે પાલિકાના ફોરમેટ પ્રમાણેનું નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. બાદમાં તેની તપાસ કરતા તે બોગસ હોવાનું મળી આવ્યું હતું. આ સર્ટીફીકેટમાં નીચે કરેલી અધિકારીની સહી અને સાથે જ મુકવામાં આવેલો ક્યૂઆર કોડ બંને ખોટા જણાઇ આવ્યા છે. આ દુખદ વાત છે, હવે પોલીસ અધિકારીઓને સાથે રાખીને સાયબર કાફે પર રેડ કરવી પડશે, તેમ લાગી રહ્યું છે. અમે અમારા તરફથી સતર્ક રહીએ છીએ. પાલિકાની વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. દરેક જગ્યાએ ખુબ જ સ્ટ્રોંગ સિસ્ટમ રાખવામાં આવી છે. આ કાર્યમાં ઓપરેટર બહેન દ્વારા તુરંત અમને જાણ કરી છે. અને હું તેમને આભાર વ્યક્ત કરું છું. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી છે.

સમગ્ર ઘટનામાં શંકાના દાયરામાં આવેલા મુન્નાભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું મુળ બિહારનો છું. આ સર્ટીફીકેટ મેં અલવાનાકા પાસેથી સાયબરની દુકાનેથી બનાવડાવ્યું હતું. બનાવનારનું નામ મને યાદ નથી. મેં રૂ. 500 આપીને આ બનાવડાવ્યું છે. મારી દિકરીનું ધો. 10 નું પેપર હતું. તેનું અગાઉનું બર્થ સર્ટીફીકેટ ગુજરાતીમાં હતું. તો તેઓ અંગ્રેજીમાં માંગતા હતા, જેથી મેં આ બનાવડાવ્યું હતું. આ ખોટું છે, તેવું હું જાણતો હોત તો આ કામ કર્યું ન્હોત. મારૂ વડોદરાના મકરપુરાના પાર્વતીનગરમાં પણ એક ઘર આવેલું છે.

Continue Reading
Vadodara18 hours ago

નર્સિંગ નોકરીના નામે છેતરપિંડી: ઓસ્ટ્રિયા મોકલવાના બહાને બે એજન્ટ ભાઈઓએ યુવતીઓને જાળમાં ફસાવી

Gujarat20 hours ago

NEET-UG પરીક્ષામાં ધર્મનું રાજકારણ: હિજાબ અને કંઠી ઉતરાવવા મામલે ઉગ્ર વિવાદ, પોલીસની 3 લોકોની અટકાયત

Vadodara21 hours ago

પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાનની કફોડી હાલત: પ્લેટફોર્મ સુધી દોડાવી-દોડાવીને માર મારતા અસામાજિક તત્વો

Vadodara22 hours ago

પરિવાર પર આભ તૂટી પડ્યું: પિતાની છત્રછાયા ગુમાવતા બે માસૂમ દીકરા, ફાધર્સ ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ

Vadodara2 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Gujarat2 days ago

LRD પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના: 29મી જૂન સુધી ડાઉનલોડ કરી શકાશે OMR શીટ

Vadodara2 days ago

વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી

Vadodara2 days ago

અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે,વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara4 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara4 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Trending