Connect with us

Savli

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Published

on

  • મોટું કૌભાંડ ઝડપાયું : દોડકા ગામે સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર માર્કા વગરની થેલીઓમાં સીલ કરી ઊંચા ભાવે વેચવાનું રેકેટ LCB એ પકડ્યું.
  • રૂ. 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત: 222 થેલી યુરિયા ખાતર, સીલાઈ મશીન અને આઇસર ગાડી સહિત કુલ રૂ. 5,78,580 નો સામાન પોલીસે કબજે કર્યો.
  • 4 આરોપીઓ સામે ગુનો: સાહિલ વોરા (સ્થળ પરથી ઝડપાયો), જગદીશ ભોઈ, ભાવેશ પટેલ (બંને રહે. ધર્મજ, આણંદ) અને રાજેશ નામના શખ્સ સામે એફઆઈઆર.
  • ભાદરવા પોલીસ મથકે FIR: આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે આવતા સબસિડીવાળા સરકારી યુરિયા ખાતરની ગેરકાયદેસર હેરાફેરી અને કાળાબજારી કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. સાવલી તાલુકાના દોડકા ગામે દરોડો પાડીને પોલીસે ક્રીબકો કંપનીના સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરની થેલીઓમાંથી ખાતર કાઢી, અન્ય માર્કા વગરની થેલીઓમાં ભરી ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

મળતી વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્ય LCBની ટીમે દોડકા ગામે રેડ કરીને સ્થળ પરથી ભાદરવા બજાર લાઇનના રહેવાસી સાહિલ ફારૂકભાઈ વોરાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ આણંદના ધર્મજ ચોકડી ખાતે આવેલા પરવાનાવાળા એગ્રી બિઝનેસ સેન્ટરના ડેપો પરથી ગેરકાયદેસર રીતે સબસિડી વાળા નીમ કોટેડ યુરિયા ખાતરના કટ્ટા લાવતા હતા. ત્યારબાદ ગુનાહિત કારસો રચીને આ સરકારી ખાતરને અન્ય કાળાબજારીયાઓને ઊંચા ભાવે વેચવા માટે માર્કા વગરની સફેદ થેલીઓમાં સીલાઈ મશીન વડે પેક કરતા હતા.

પોલીસે સ્થળ પરથી 45 કિલો ખાતર ભરેલી 138 સફેદ થેલીઓ (કિંમત રૂ. 52,440), ક્રીબકો કંપનીના લોટ નંબર 20 ઓગસ્ટ-2026 લખેલી પીળા રંગની ખાતર ભરેલી 84 થેલીઓ (કિંમત રૂ. 22,680), સીલાઈ મશીન, ખાલી થેલીઓ, ટોર્ચ તથા ખાતરની હેરાફેરીમાં વપરાયેલી આઇસર ગાડી (નંબર GJ-27-TG-2246) મળી કુલ રૂ. 5,78,580/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ભાદરવા પોલીસ મથકે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) 1955ની કલમ 3, 7 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 316(2), 3(5) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સાહિલ વોરાની અટકાયત કરી છે, જ્યારે આણંદ અને પેટલાદના જગદીશ હરમાનભાઈ ભોઈ, ભાવેશ પ્રવીણભાઈ પટેલ અને રાજેશ નામના અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli3 hours ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara7 hours ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara20 hours ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara1 day ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive1 day ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 days ago

કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

Savli2 days ago

સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending