Connect with us

Savli

સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Published

on

ગુજરાતના ખેડૂતો સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની પહેલની જાહેરાત.

  • વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.
  • રાજ્યપાલે જણાવ્યું કે તેઓ પોતે ખેડૂત છે અને હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે ગુરુકુળનું સંચાલન કરે છે.
  • ગુજરાતમાં મોટા ભાગના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન આ સ્તરથી નીચે આવી ગયો છે.
  • UNOના અહેવાલ અનુસાર, દુનિયાભરમાં ધરતી માતાના ઉત્પાદનક્ષમમાં 10% જેટલો ઘટાડો થયો છે.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આતોજ્ન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા 9 લાખ જેટલા ખેડૂતોના પ્રયત્નની પ્રસંશા કરી હતી .

રાજ્યપાલએ ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી છે.  તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ, હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમણે નિયમ બનાવ્યો છે કે, જે ગામમાં તેઓ જશે, ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે. આ સાથે જ, તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો સાથે બેસીને ભોજન લેશે, અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશે, જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે.

પોતાના ઉદ્દબોધનમાં, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે, જ્યાં 200 એકર જમીન અને 400 ગૌ માતાઓ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયા, ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છે, જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે.

રાજ્યપાલએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે, તેમની જમીન બંજર બની ચૂકી છે. કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, જે જમીનનો ઓર્ગેનિક કાર્બન (OC) 0.5 થી નીચે હોય, તે બંજર ગણાય છે. અને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન 0.5 થી નીચે આવી ગયો છે. આ જમીનમાંથી જબરદસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે.

તેમણે ચેતવણી આપી હતી કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે. રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છે, તો પછી ધરતીને ઉપજાવ બનાવતા સૂક્ષ્મ જીવો કેવી રીતે બચી શકે? રાસાયણિક ખેતીને કારણે યુએનઓ (UNO)ના રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન 10% જેટલું ઘટી ગયું છે, અને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે.

Continue Reading
Vadodara1 day ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara1 day ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia3 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National3 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara4 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara4 days ago

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Gujarat5 days ago

આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

International5 days ago

ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara4 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending