Connect with us

Savli

દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે વાંધાનજક પોસ્ટ શેર કરનાર વૃદ્ધ સામે ફરિયાદ

Published

on

  • નાગરિકોને સોશિયલ મીડિયા પર ભડકાઉ અને ભ્રમિત કરનારી પોસ્ટ, લખાણ, અથવા વીડિયો થી દુર રહેવા માટે જણાવવામાં આવ્યું છે
  • સોશિયલ મીડિયામાં તણાવ વધે તેવી પોસ્ટ કરતા કાર્યવાહી
  • સોશિયલ મીડિયામાં તણાવ વધે તેવી પોસ્ટ કરતા કાર્યવાહી
  • વૃદ્ધે ભડકાઉ પોસ્ટ મુકતા મામલો પોલીસ મથક પહોંચ્યો
  • દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર સંયમ વર્તવા તંત્ર પહેલાથી અપીલ કરી રહ્યું છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા  સંબંધોનો હજીસુધી અંત આવ્યો નથી. ત્યારે આ દરમિયાન લોકોને જવાબદાર નાગરિક તરીકે વર્તવા અને કોઇ પણ પ્રકારે દેશ, રાજ્ય, શહેર-જિલ્લાનું વાતાવરણ ના ડહોળાય તે માટે સતર્ક રહેવા જણાવાયું છે. આ વચ્ચે સાવલીના વૃદ્ધ દ્વારા દેશના વડાપ્રધાન અને ભારતના ઝંડાનો વાંધાનજક વીડિયો સોશિયલ મીડિયામાં રિપોસ્ટ કર્યો છે. આ મામલે તેવા વિરૂદ્ધ સાવલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલા પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ સોશિયલ મીડિયાનું સઘન મોનીટરીંગ કરી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદથી તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. સ્થિતી સામાન્ય બને તે માટે બંને દેશોના આર્મીના ટોચના અધિકારીઓ દ્વારા 12 મે સુધી યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો. આ વચ્ચે દેશથી લઇને જિલ્લા સુધીનું વાતાવરણ ના ડહોળાય તે માટે નાગરિકોને સતત સતર્ક રહેવા માટે જણાવાયું છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારે ભડકાઉ અને ભ્રમિત કરનારી પોસ્ટ, લખાણ, અથવા વીડિયો થી દુર રહેવા માટે જણાવાયું છે. નાગરિકોને તાકીદ કર્યા બાદ પોલીસ તેના સ્તરે મોનીટરીંગ પણ કરી રહી છે. આ વચ્ચે સાવલીમાં વૃદ્ધે સરકારની અપીલથી વિરૂદ્ધનું કૃત્ય કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સાવલીમાં સત્તાર શેખ નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા ભારતના ઝંડા અને વડાપ્રધાનને વાંધાજનક રીતે દર્શાવે તેવો વીડિયો રીશેર કર્યો હતો. જે હાલના તણાવના સમયગાળા દરમિયાન ભારતીય સેનાના પરાક્રમોને બિરદાવવાની બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરે તેવા ઇરાદાથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે સત્તારમીયા નશરુમીયા શેખ (ઉં. 63) (રહે. સાવલી) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ઇન્ચાર્જ પીઆઇ એમ. બી. જાડેજાને તપાસ સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Vadodara5 hours ago

વડોદરા: ઝોન-4 LCBની મોટી કાર્યવાહી, વાહન ચોરીના 06 ગુના ઉકેલી 2 આરોપીઓની ધરપકડ

Vadodara7 hours ago

વડોદરામાં ‘શિવજી કી સવારી’ પૂર્વે દબાણ શાખાની કડક કાર્યવાહી; VIP રૂટ પરથી લારી-ગલ્લાનો સફાયો

Vadodara8 hours ago

વડોદરા રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ: રેલવે સ્ટેશન પર SMC ની મોટી રેડ, દારૂની 58 પેટીઓ જપ્ત.

Vadodara9 hours ago

દુમાડ ચોકડી અને સમા તળાવને નિશાન બનાવનાર વાહન ચોર જેલના ભેગા: 10 બાઈક-એક્ટિવા રિકવર.

Vadodara10 hours ago

સાવધાન! રિક્ષા ચાલકની ‘આગળ બેસો’ની ઓફર પડી ભારે: ગોત્રીમાં મહિલાના 4 તોલા દાગીના સાફ

Vadodara11 hours ago

વડોદરામાં વિકાસના નામે વિનાશક ટ્રાફિક! પરીક્ષા ટાણે જ ઠેર-ઠેર ખોદકામથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Savli12 hours ago

સાવલી: રાયકા એક્સપ્રેસ હાઇવે પરથી કતલખાને લઈ જવાતા 19 પશુઓ ભરેલું કન્ટેનર ઝડપાયું.

Sports13 hours ago

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) આયોજિત અંડર-14 લેટ ડી.કે. ગાયકવાડ ટુર્નામેન્ટ: તાજ M.E.S. ચેમ્પિયન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli4 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat4 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending