Connect with us

Savli

આશા વર્કર મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ, યુવક સામે ગંભીર આરોપ

Published

on

  • સાવલીમાં આશા વર્કર મહિલાને માર મારીને તેના પર ખોટું કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે.
  • વડોદરાના સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • યુવકે આશા વર્કર બહેનને માર મારી તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો
  • યુવક વિરૂદ્ધ મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા

વડોદરા ના સાવલીમાં મમતા દિવસે વેક્સીનેશન માટેની ફરજ પર કામ કરતી મહિલા આશા વર્કર બહેન સાથે તેમના પરિચીત દ્વારા દુષ્કર્મનો પ્રયાસ  કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. પીડિતાનું કહેવું છે કે, આરોપી તેમને દુશ્મન ગણે છે. અને તે વારંવાર આ પ્રકારની હરકત દોહરાવી રહ્યો છે. સાથે જ આરોપી પાનના ગલ્લાની આડમાં ખોટા ધંધા ચલાવતો હોવાનો આરોપ પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યો હતો.

Advertisement

વડોદરાના સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના સાવલીમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર ખોટું કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાએ યુવક પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે યુવક વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

પીડિતાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું મારી ફરજ પર હતી, તે દરમિયાન તેણે મારી આંખમાં મરચું છાંટીને પાડી દીધી હતી, પછી મને ખુબ મારી છે. તેના મારના કારણે મારા મોઢા પર ઘણી ઇજાઓ થઇ છે. તેને કડકમાં કડક સજા થવી જોઇએ. નહીં તો મને સોંપી દો, જેવી મારી હાલત થઇ, એવી મારે તેની હાલત કરવાની છે. તેની જોડે અમારો પારિવારીક નાતો છે. તે વારંવાર આ હરકત દોહરાવી રહ્યો છે. તેનું નામ મિત જયેશભાઇ પટેલ છે, તે પાનનો ગલ્લો ચલાવે છે. પીડિતાએ વધુમાં આરોપ મુકતા જણાવ્યું કે, પાનના ગલ્લાની આડમાં તે ખોટા ધંધા ચલાવી રહ્યો છે. તેનો બે નંબરનો ધંધો છે, હું તેને બુટલેગર તરીકે જ ઓળખું છું. તેની જોડે કોઇ પણ સંબંધ નથી. તે અમને દુશ્મન ગણે છે.

Advertisement
Vadodara1 day ago

ખરાબ રસ્તા, કાદવ-કીચડની સમસ્યા ઉજાગર કરવા સ્થાનિક પાણીમાં સુઇ ગયા

Vadodara3 days ago

“શું આ છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ?” : NIAનો GIDC અને GETCO સામે ગંભીર આરોપ, 300 વીજ પુરવઠા વગર કંપનીઓ ઠપ

Vadodara5 days ago

ભૂગર્ભમાં ટાંકી ઉતારીને ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર SOG પોલીસના દરોડા

Vadodara6 days ago

દર ચોમાસાની સમસ્યા: વડોદરા પાસે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા હાઇવે પર ચક્કાજામ

Vadodara6 days ago

પોતાને પાણીદાર ગણતા નેતા સમર્થિત ઉમેદવારોને જીલ્લાની પ્રજાએ પાણી ભરતા કરી દીધા, ગ્રામ્ય મતદારોની સમજણને સલામ!

Vadodara6 days ago

GMERS કોલેજમાં ભણતા બે તબિબિ વિદ્યાર્થીઓ અંકોડિયા નજીક કેનાલમાં ડૂબી જવાથી મોત

Vadodara7 days ago

ખોદેલા ખાડાએ એક યુવાનનો ભોગ લીધો, રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મોત

Vadodara2 weeks ago

ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, વોર્ડ કચેરીએ શખ્સની અટકાયત

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara4 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara4 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara12 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending