Connect with us

Vadodara

ગુજરાત સરકારની ‘કરકસર’ પર સવાલ: રાજ્યપાલ S.Tમાં અને મંત્રીઓ હેલિકોપ્ટર? કાફલામાંથી ગાડીઓ ઘટાડવી એ સાદગી કે નાટક?

Published

on

  • PMની અપીલ, નેતાઓનો દેખાડો? ઇંધણ બચાવવાની વડાપ્રધાનની સલાહ સામે ગુજરાતના મંત્રીઓનો વીઆઈપી ઠઠારો યથાવત.
  • કાફલામાં કાપ કે રાજકીય નાટક? હર્ષ સંઘવીએ કાફલામાંથી બે ગાડીઓ ઘટાડી, પણ વિશ્લેષકોએ ગણાવ્યું પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કૃત્ય.
  • રાજ્યપાલનો આદર્શ: આચાર્ય દેવવ્રત હવે એસ.ટી. બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી; શું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ સાદગી અપનાવશે?
  • હેલિકોપ્ટરનો મોહ: ડિજિટલ ઇન્ડિયામાં પણ નાના લોકાર્પણો માટે હેલિકોપ્ટરના ઉડાણ; સરકારી તિજોરી પર તાયફાનો બોજ.

ખાડી યુદ્ધના વાદળો વચ્ચે દેશમાં ઇંધણની અછતની ભીતિ સેવાઈ રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના કરકસરયુક્ત વપરાશની અપીલ કરી છે. પરંતુ, શું ગુજરાતના નેતાઓ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા છે? કે પછી માત્ર ગાડીઓ ઘટાડવાનું નાટક કરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે?

👉તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિશાળ કાર કાફલામાંથી બે-ચાર ગાડીઓ ઓછી કરી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર જાણે સરકાર ભારે કરકસર કરી રહી હોય તેવી હવા ઊભી કરાઈ. પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ માત્ર એક ‘આઈવોશ’ છે. ગાડીઓની સંખ્યા ઘટવાથી ખર્ચમાં કોઈ ખાસ ફેર પડતો નથી, કારણ કે મંત્રીઓનો વીઆઈપી કલ્ચરનો મોહ હજુ પણ અકબંધ છે.

🧐રાજ્યપાલ vs મંત્રીઓ

બીજી તરફ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે યુદ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ એસ.ટી. બસ કે રેલવેમાં મુસાફરી કરશે. રાજ્યપાલની આ સાદગીની ચોમેર પ્રશંસા થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જેવા નેતાઓ હજુ પણ હેલિકોપ્ટર અને વૈભવી કારોના મોહમાંથી બહાર કેમ નથી આવી શકતા?

🤨આજના ડિજિટલ યુગમાં જ્યારે વડાપ્રધાન પોતે અનેક કાર્યક્રમો વર્ચ્યુઅલી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના મંત્રીઓ સામાન્ય લોકાર્પણ માટે પણ લાખોના ખર્ચે હેલિકોપ્ટર દોડાવે છે. સચિવાલયમાં બેસીને જે કામ થઈ શકે તેમ છે, તેના માટે સરકારી તિજોરી પર બોજ નાખીને કાર્યક્રમોના તાયફા કરવામાં આવે છે.

🫵જનતાને સલાહ આપવી સહેલી છે, પણ જ્યારે વાત અમલની આવે ત્યારે નેતાઓ પાછળ રહી જાય છે. જો સત્તાધીશો સાચી સાદગી અપનાવે તો જ જનતામાં સાચો સંદેશ જશે, બાકી કાફલામાંથી બે ગાડીઓ ઓછી કરવી એ તો માત્ર રાજકીય નાટક જ ગણાશે.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાયો: છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કારચાલકને ઝડપી પાડ્યો

Vadodara21 hours ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat21 hours ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara1 day ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara2 days ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara2 days ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara3 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara3 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending