Connect with us

Vadodara

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Published

on

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ગાડી ધીમી પડાવી, હાથ હલાવી સાંકેતિક ભાષામાં પૂછ્યું, ‘કેમ છો, મજામાં?’
  • વડાપ્રધાન શ્રી મોદીને મળીને ખૂબ સારું લાગ્યું, અમારા માટે ગૌરવની ક્ષણો હતી: સોફિયા કુરેશીના બહેન શાયના કુરેશી

આજે વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાનશ્રીને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનશ્રીની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન શ્રી મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ શ્રી મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાનશ્રીએ હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું.

આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે, ”અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં, પરંતુ દેશની બહેન ગણાવી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી.

Advertisement
Savli7 hours ago

સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ

Vadodara1 day ago

માણીતાને ફાયદો કરાવવા વગડામાં વિકાસ થાય છે પણ, ભાયલીનાં નવા વિકસતા વિસ્તારમાં કોર્પોરેશન પાકો રસ્તો બનાવી શકતું નથી

Vadodara2 days ago

શું વડોદરાએ આ વર્ષે પણ પૂર માટે તૈયાર રહેવું પડશે?, પાલિકા 200 હંગામી તરવૈયાઓની ભરતી કરશે

Vadodara5 days ago

ભીમનાથ મહાદેવ મંદિર પરિસરની કુટિરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

Vadodara1 week ago

વડોદરા જિલ્લાની સૌથી ખર્ચાળ કહેવાતી પોર ગ્રામપંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ

Savli1 week ago

ભાઈબંધ મારો નેતા, તો કાર્યવાહીની શું ચિંતા?, SMCના દરોડા બાદ પણ બુટલેગરોના ગેરકાયદેસર દબાણોને આંચ નથી આવી!

Vadodara2 weeks ago

લાલબાગ બ્રિજ પર ડામર પીગળ્યો, વાહન ચાલકોએ જવાનું ટાળ્યું

Vadodara2 weeks ago

સત્તાપક્ષના નેતાઓની હાજરીમાં સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગી

Vadodara10 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara10 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara10 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra10 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Savli10 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara4 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara4 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara6 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara10 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara10 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara10 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara11 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending