Connect with us

Vadodara

“પતિ ઘરવાળાઓને ખુશ રાખે, હું પિટાઈ સહન નહીં કરી શકી”: મોતને વ્હાલી થતા પહેલા મહિલાએ લખ્યા દર્દભર્યા અંતિમ શબ્દો

Published

on

  • પગ પર સુસાઈડ નોટ: પરિણીતાએ મરતા પહેલા પોતાના પગ પર મારઝૂડ અને ત્રાસ સહન ન કરી શકવાની વાત હિન્દીમાં લખી હતી.
  • 8 મહિનાની બાળકીને સોંપી: આપઘાત કરતા પૂર્વે માતાએ પોતાની માસૂમ દીકરીને પાડોશીને સોંપી દીધી હતી.
  • રૂા. 2 લાખ માટેનો ત્રાસ: પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરી સાસરીયાઓ દ્વારા અપાતો અસહ્ય ત્રાસ.
  • પતિ અને સાસરીયાઓ સામે ગુનો: ઉત્તર પ્રદેશથી આવેલા ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.

વડોદરા: વડોદરા શહેરના ઊંડેરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં એક અત્યંત કરુણ અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. લગ્નના માત્ર ત્રણ જ વર્ષમાં પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી પૈસા લાવવાના ત્રાસથી કંટાળીને 31 વર્ષીય પરિણીતાએ પોતાના પગ પર સુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે પોલીસે મૃતક મહિલાના પતિ, સાસુ અને સસરા સામે આપઘાત માટે મજબૂર કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.

🧐શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, હતી. ઊંડેરા ખાતે આવેલા રિલાયન્સ ટાઉનશિપના સેક્ટર-1 માં રહેતા અને એન્જિનિયર તરીકે નોકરી કરતા સુધીરકુમાર અનેકસિંગની પત્ની સીમાએ ગત ૮મી તારીખે આત્મહત્યા કરી હતીઘટનાના દિવસે પતિ મોબાઈલ રિપેર કરાવવા માટે શહેરમાં ગયો હતો, તે દરમિયાન સીમાએ પોતાની 8 મહિનાની માસૂમ બાળકીને પાડોશીને સાચવવા માટે સોંપી દીધી હતી અને ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો.

✍️પગ પર લખેલી હિન્દીમાં ભાવુક સુસાઈડ નોટ:

જ્યારે પરિવારજનો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી, ત્યારે સીમાના મૃતદેહના પગ પર હિન્દીમાં લખેલા અંતિમ શબ્દો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પગ પર લખેલું હતું કે, “જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખુશ રખે, મેં સહન નહીં કર પાઈ પિટાઈ…” આ હ્રદયદ્રાવક લખાણે સમગ્ર ઘટનાની ગંભીરતા ઉજાગર કરી છે.

🗣️પિયર પક્ષના ગંભીર આક્ષેપો:

મૃતક સીમાના ભાઈ અનિલકુમાર જાટવ (રહે. ઇંટા, ઉત્તર પ્રદેશ) એ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, સીમાને તેનો પતિ સુધીરકુમાર, સાસુ શાલાદેવી અને સસરા અનેકસિંગ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી રૂા. 2 લાખ લઈને આવવાનું કહીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પતિએ ભાઈનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો અને અગાઉ મેસેજ કરીને ધમકી પણ આપી હતી કે તે સીમાને મારી નાખશે.

ઘટનાની જાણ થતા જ ઉત્તર પ્રદેશથી પરિવારજનો વડોદરા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ સુધીરકુમાર, સાસુ શાલાદેવી અને સસરા અનેકસિંગ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara13 minutes ago

ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા થતા બનાવ્યો વીડિયો: સેવઉસળની ડિશમાંથી જીવાત અને વંદો મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા

Vadodara3 hours ago

“પતિ ઘરવાળાઓને ખુશ રાખે, હું પિટાઈ સહન નહીં કરી શકી”: મોતને વ્હાલી થતા પહેલા મહિલાએ લખ્યા દર્દભર્યા અંતિમ શબ્દો

Gujarat5 hours ago

ગુજરાતના શહેરો માટે સરકારની મોટી જાહેરાત હવે રસ્તાઓ મજબૂત બનાવવામાં આવશે: સરકારનો ડામરને બદલે RCC રસ્તાઓ પર ભાર-મુખ્યમંત્રી

Vadodara1 day ago

પોલીસને જોઈ કન્ટેનર ચાલકે યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

Vadodara1 day ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara1 day ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara2 days ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara2 days ago

વડોદરામાં ચૂંટણી અદાવતનો ખૂની ખેલ: સોસાયટીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો પથ્થરમારો, ગાડીના કાચ તોડ્યા!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending