Connect with us

Vadodara

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Published

on

  • તંત્રની બેધારી નીતિ: એક તરફ નદી બચાવવા 1200 કરોડનું બજેટ, બીજી તરફ કાંસ અને નદીમાં કચરો નાખી પુરાણ કરવાની કામગીરી.
  • પર્યાવરણ પર ખતરો: અદિતિ વિદ્યાલયથી સનસિટી સુધી POP, કાચ અને કેમિકલયુક્ત કચરાના ઢગલા; જલચર પ્રાણીઓના જીવ જોખમમાં.
  • જળબંબાકારની ભીતિ: નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કરાતા ખિસકોલી સર્કલ, વડસર અને મુંજમહુડા વિસ્તાર ડૂબવાની દહેશત.
  • જનતાનો આક્રોશ: “શું કરોડોના પ્રોજેક્ટ માત્ર કાગળ પર?” – કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોર અને ભાવિકાબેને તંત્રને કર્યા આકરા સવાલ.
https://www.instagram.com/reel/DYHbI-ANzTC/?igsh=MWJyOGpweWJ1YWs3NQ==

વડોદરા: વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના પુનરુદ્ધાર માટે તંત્ર દ્વારા અંદાજે 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમના પ્રોજેક્ટની વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસોમાં કચરાના 20-20 ફૂટ ઊંચા ઢગલા કરીને નદીને પૂરવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

⚠️દબાણ અને ગંદકીનું સામ્રાજ્ય:

અદિતિ વિદ્યાલયથી માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધીના વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP), બાંધકામનો કાટમાળ અને કાચ જેવા હાનિકારક કચરાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. આ કચરો ન માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે, પરંતુ આગામી ચોમાસામાં નદીના વહેણને રોકીને કૃત્રિમ પૂરની સ્થિતિ સર્જી શકે છે.

🌊અનેક વિસ્તારો પર ‘પૂર’નું જોખમ:

સ્થાનિક આગેવાનો અને કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોર તેમજ ભાવિકાબેને રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો નજીવા વરસાદમાં પણ સામ્રાજ્ય, ખિસકોલી સર્કલ, મુંજમહુડા, અટલાદરા અને વડસર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જશે. તંત્ર એકબાજુ નદી બચાવવાના દાવા કરે છે અને બીજી બાજુ એ જ નદીને નષ્ટ કરનારા તત્વો સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

🧐[તંત્રને ખુલ્લા સવાલ]

1. શું કરોડોના શુદ્ધિકરણ પ્રોજેક્ટ માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર માટે જ છે?

2. જો ચોમાસામાં જનતાના ઘરોમાં પાણી ભરાશે, તો તેની જવાબદારી પાલિકાના કયા અધિકારી લેશે?

3. 20 ફૂટ ઊંચા કચરાના ઢગલા તંત્રને કેમ દેખાતા નથી?

🫵વિશ્વામિત્રી નદીના નામે થતા રાજકારણ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો આ તફાવત વડોદરાવાસીઓ માટે આગામી ચોમાસામાં મોટો ખતરો બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ રજૂઆત બાદ તંત્ર જાગે છે કે પછી જનતાએ પૂરના પાણીમાં હોડી ફેરવવાનો વારો આવશે.

Continue Reading
Vadodara14 hours ago

વડોદરાના દરજીપુરા એરફોર્સ બ્રિજ પર કાળમુખો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને અજાણ્યા વાહને કચડી નાખતા કરુણ મો*ત

Vadodara2 days ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara2 days ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi3 days ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara5 days ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara6 days ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara7 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara7 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat4 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending