Connect with us

Vadodara

‘ડિજિટલ એરેસ્ટ’ અને ડ્રગ્સ કેસની ધમકી આપી લાખો પડાવ્યા: વડોદરાના અકોટા, પાણીગેટ અને કચ્છના બે પોલીસ મથકોમાં વોન્ટેડ હતો આરોપી

Published

on

  • વાસદ ટોલ નાકેથી ઝડપાયો: વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડના 4 ગુનામાં નાસતા ફરતા આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલને દબોચી લીધો.
  • નકલી પોલીસ બની ઠગાઈ: મુંબઈ પોલીસ ઇન્સ્પેક્ટરની ઓળખ આપી વીડિયો કોલથી ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 36.63 લાખ પડાવ્યા.
  • કરોડોના બેંક ટ્રાન્ઝેક્શન: કંપનીના બેંક એકાઉન્ટમાં રૂ. 1.20 કરોડ અને ભાડે લીધેલા એકાઉન્ટમાં રૂ. 11.30 લાખના સાયબર ફ્રોડના નાણાં સગેવગે કર્યા.
  • અકોટા પોલીસને સોંપાયો: વડોદરાના અકોટા, પાણીગેટ તેમજ કચ્છના આદિપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપીને વધુ તપાસ માટે અકોટા પોલીસને સોંપાયો.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની સચોટ બાતમીના આધારે વાસદ ટોલ નાકા ખાતેથી સાયબર ફ્રોડના ચાર ગંભીર ગુનાઓમાં ફરાર આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ (ઉ.વ. 33, રહે. નીલકંઠ રેસીડેન્સી, એરફોર્સ પાછળ, મકરપુરા, વડોદરા) ને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલો આરોપી બ્રિજેશ પટેલ વડોદરા શહેરના અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશન ઉપરાંત કચ્છ જિલ્લાના આદિપુર અને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 4 સાયબર ક્રાઈમના ગુનાઓમાં વોન્ટેડ હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. કચ્છના આદિપુર અને ગાંધીધામના કિસ્સામાં આરોપીઓએ ‘ઇન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશનલ સર્વિસ’ ના અધિકારી તેમજ ‘મુંબઈ એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રશાંત પાટીલ’ તરીકેની નકલી ઓળખ આપી હતી. ફરિયાદીઓને વીડિયો કોલ કરીને તેમના પાર્સલમાં ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનું જણાવી, મની લોન્ડરિંગ અને આરબીઆઈના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માનસિક ટોર્ચર કરીને બળજબરીથી રૂ. 36.63 લાખ જેટલી માતબર રકમ ઓનલાઇન પડાવી લીધી હતી.

આ ઉપરાંત, વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, બ્રિજેશ પટેલે સહઆરોપી શ્રવણકુમાર પાસેથી કમિશનના બદલામાં જૂના પાદરા રોડની કર્ણાટક બેંકનું એકાઉન્ટ અને કીટ મેળવીને ઓનલાઇન ઠગાઈના રૂ. 11,30,004/- ના અનઅધિકૃત ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જ્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં બ્રિજેશ પટેલ અને તેના પિતાએ પોતાની કંપની ‘RPCL INDIA PRIVATE LIMITED’ ના નામે કલાદર્શન ચાર રસ્તા સ્થિત એક્સિસ બેંકમાં ખાતું ખોલાવીને તા. 27/04/2024 થી 11/06/2024 દરમિયાન સાયબર છેતરપિંડીના આશરે રૂ. 1,20,08,602/- સગેવગે કર્યા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ તમામ સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આરોપી બ્રિજેશ પટેલને આગળની કાયદેસરની તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે.

Continue Reading
Vadodara33 minutes ago

‘ડિજિટલ એરેસ્ટ’ અને ડ્રગ્સ કેસની ધમકી આપી લાખો પડાવ્યા: વડોદરાના અકોટા, પાણીગેટ અને કચ્છના બે પોલીસ મથકોમાં વોન્ટેડ હતો આરોપી

Vadodara24 hours ago

વડોદરા-અંકલેશ્વર હાઈવે પર અકસ્માતોનું જોખમ વધ્યું: નિર્માણ કાર્યમાં સૂચના બોર્ડ, ડાયવર્ઝન અને વર્ક પ્રોગ્રેસ બોર્ડનો અભાવ

Vadodara3 days ago

હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ

Vadodara3 days ago

ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ

Vadodara1 week ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli1 week ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi1 week ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara2 weeks ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 weeks ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat2 months ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 months ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending