Connect with us

Vadodara

મહિલા અનામત બિલ મુદ્દે મનીષાબેન વકીલના પ્રહાર: “કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધને નારી શક્તિના સન્માનમાં રોડા નાખવાનું પાપ કર્યું!”

Published

on

  • આક્રમક મંત્રી: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલનો કોંગ્રેસ પર પ્રહાર; બિલના વિરોધને ગણાવ્યું ‘મહિલા વિરોધી માનસિકતા’.
  • “કુંઠીત માનસિકતા”: મંત્રીનો આક્ષેપ, “સામાન્ય પરિવારની બહેનો સંસદમાં પહોંચે તે કોંગ્રેસને ડર છે; પરિવારવાદ પોષવા મહિલાઓના અધિકારનો વિરોધ.”
  • બે મોઢાની રાજનીતિ: કોંગ્રેસની કથની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લો પડ્યો; વિકાસલક્ષી સુધારાઓમાં વિપક્ષનો હંમેશા વિરોધ.
  • ચૂંટણીમાં જવાબ: મંત્રીની ચીમકી, “દેશની કરોડો મહિલાઓ આ નારી શક્તિ વિરોધી વલણનો બદલો આગામી ચૂંટણીમાં લેશે.”

વડોદરા/ગાંધીનગર: નારી શક્તિ વંદન અધિનિયમ પસાર ન થઈ શકવા બદલ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. મંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની માતૃશક્તિને સન્માન અને ગૌરવ આપવાની સુવર્ણ તકને કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નિષ્ફળ બનાવી છે.

🧐કોંગ્રેસની ‘નકારાત્મક રાજનીતિ’:

મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, “આઝાદીના દાયકાઓ સુધી એકહથ્થુ શાસન કરનાર કોંગ્રેસે હંમેશા વિકાસની રાજનીતિમાં નકારાત્મકતા ફેલાવી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રીફોર્મ્સ કોંગ્રેસના ‘કલ્ચર’ને પચતા નથી. તેમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જશે, તો સામાન્ય પરિવારની બહેનો વિધાનસભા અને સંસદમાં પ્રતિનિધિત્વ મેળવતી થઈ જશે, જે કોંગ્રેસની કુંઠીત માનસિકતાને સ્વીકાર્ય નથી.”

🚫જૂની આદત મુજબ વિરોધ:

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની બે મોઢાની રાજનીતિ આજે દેશ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવી અને બીજી તરફ જ્યારે કાયદો લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરવો—આ કોંગ્રેસની જૂની આદત છે. મંત્રીએ યાદ અપાવ્યું હતું કે, અગાઉ પણ કોંગ્રેસે બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા અને ટ્રિપલ તલાક જેવી મૂળભૂત સુવિધાઓનો વિરોધ કર્યો હતો. ‘લટકાના, ભટકાના અને અટકાના’ એવા ગતકડાં દ્વારા કોંગ્રેસે હંમેશા દેશને નુકસાન પહોંચાડ્યું છે.

📝સુધારાઓની યાદી:

મનીષાબેન વકીલે એક યાદી રજૂ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે માત્ર મહિલા અનામત જ નહીં, પરંતુ વન નેશન-વન ઈલેક્શન, યુસીસી, શરણાર્થી સુરક્ષા કાનૂન અને ડિજિટલ પેમેન્ટ જેવા અનેક રાષ્ટ્રહિતના સુધારાઓનો વિરોધ કર્યો છે. હવે આ તમામનો જવાબ દેશની નારી શક્તિ આગામી ચૂંટણીમાં આપશે.

મહિલા અનામતના મુદ્દે રાજકીય પારો ઊંચકાઈ રહ્યો છે. એક તરફ સત્તાધારી પક્ષ મહિલાઓને તેમનો હક્ક અપાવવાની વાત કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન પર મહિલા વિરોધી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય વાકયુદ્ધ જનતામાં કેટલી અસર પાડે છે.

Continue Reading
Vadodara13 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National17 hours ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat22 hours ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara2 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara3 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara4 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara6 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur7 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara13 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Trending