Connect with us

Vadodara

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Published

on

  • MSU મેમોરિયલ લાયબ્રેરીમાં પાણી માટે વલખાં મારતા વિદ્યાર્થીઓ.
  • સાત દિવસથી પીવાના પાણીની સમસ્યા, તંત્ર ઘોર નિદ્રામાં.
  • નવા મશીનો બન્યા ‘શોભાના ગાંઠિયા’, ખુલ્લી વાયરિંગથી જીવનું જોખમ.
  • ગરમ ઉકળતું પાણી પીવા મજબૂર વિદ્યાર્થીઓ; ખાનગી બોટલોનો ખર્ચ માથે પડ્યો.

વડોદરાની આન, બાન અને શાન ગણાતી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આજે ફરી એકવાર વિવાદોના ઘેરામાં છે. પરંતુ આ વખતે મુદ્દો શિક્ષણનો નહીં, પણ પાયાની જરૂરિયાત એટલે કે ‘પાણી’નો છે. જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપના કંડારવા આવે છે, તે મેમોરિયલ લાયબ્રેરીમાં આજે વિદ્યાર્થીઓ તરસ છિપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વડોદરાની MSU ની મેમોરિયલ લાયબ્રેરી, જ્યાં હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અભ્યાસ માટે કલાકો વિતાવે છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી અહીંનો નજારો કંઈક અલગ જ છે. કાળઝાળ ગરમીમાં જ્યારે પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓને પીવા માટે એક ટીપું ઠંડુ પાણી પણ નસીબ થઈ રહ્યું નથી.

🧐સમસ્યાના મુખ્ય મુદ્દાઓ:

  • નિંભર તંત્ર: છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા હોવા છતાં યુનિવર્સિટી વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે.
  • શોભાના ગાંઠિયા: લાયબ્રેરીમાં નવા વોટર મશીનો તો મુકાયા છે, પણ તે માત્ર દેખાડો કરવા માટે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેને હજુ સુધી કાર્યરત કરવામાં આવ્યા નથી.
  • મોતનો છટકું: સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ નવા મશીનો પાસે ઇલેક્ટ્રિક વાયરિંગ ખુલ્લી અવસ્થામાં છે. પાણી અને વીજળીનું આ જોખમી જોડાણ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.

(વિદ્યાર્થીઓનો બાઈટ)🗣️

“અમે અહીં મોટી ફી ભરીને ભણવા આવીએ છીએ. છેલ્લા સાત દિવસથી પાણી નથી, જૂના કુલરમાંથી ઉકળતું ગરમ પાણી આવે છે. શું અમારે ભણવા પર ધ્યાન આપવું કે પાણીની બોટલો શોધવા બહાર દોડવું? તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?”

🫵તંત્રની આ આળસને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ મજબૂરીમાં બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવી પડી રહી છે. સવાલ એ થાય છે કે, શું એસી ઓફિસમાં બેસતા સત્તાધીશોને આ તરસ્યા વિદ્યાર્થીઓની વેદના દેખાતી નથી? કે પછી કોઈ દુર્ઘટના થયા પછી જ તંત્ર જાગશે?

Continue Reading
Vadodara4 hours ago

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Gujarat5 hours ago

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Vadodara5 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Vadodara5 hours ago

વડોદરા : અક્ષર ચોક બ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ; ભર ઉનાળે લાખો લિટર પીવાનું પાણી ગટરમાં

Padra6 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara6 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 day ago

વડોદરા સમામાં રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ બની નરક સમાન; મત આપ્યા પણ સુવિધાના નામે મીંડું!

Gujarat1 day ago

સુરત બેંક લૂંટ અપડેટ: વરાછા SBI માંથી ૫૨ લાખ લૂંટનાર બે શખ્સો યુપીથી ઝડપાયા; ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra6 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara6 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara3 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara6 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Trending