Connect with us

Vadodara

ચૂંટણી ટાણે જ કાયદાની ‘એસી-તૈસી’: ભાજપની વોર્ડ-૩ ની રેલીમાં 40 થી વધુ યુવાનો દ્વારા ખુલ્લી તલવારોનું પ્રદર્શન

Published

on

  • ચૂંટણીમાં ‘તલવાર’નું રાજકારણ: ભાજપના વોર્ડ-૩ ના ઉમેદવારોના સ્વાગતમાં કાયદો નેવે; 40 થી વધુ યુવાનો હાથમાં ખુલ્લી તલવારો લઈને ઉતરી પડ્યા.
  • આચાર સંહિતાના ધજાગરા: ચૂંટણી પંચની કડક સૂચનાઓ છતાં જાહેરમાં હથિયારોનું શક્તિ પ્રદર્શન; વીડિયો વાયરલ થતા ખળભળાટ.
  • તંત્રની નબળાઈ કે મિલીભગત? સત્તાના જોરે કાયદો ગજવામાં! શું ચૂંટણી પંચ અને પોલીસ આ મામલે કડક પગલાં ભરશે કે થશે ‘વરઘોડા’?
  • વાયરલ વીડિયો: સોશિયલ મીડિયા પર ખુલ્લી તલવારો સાથેના દ્રશ્યો વાયરલ; નાગરિકોમાં સુરક્ષા સામે ગંભીર સવાલો.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર-૩ માંથી એક અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારોના સ્વાગત દરમિયાન કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. રેલીમાં 40 થી વધુ યુવાનોના ટોળાએ હાથમાં ખુલ્લી તલવારો લહેરાવીને જાણે પોતાની ‘તાકાત’નું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

🧐આચાર સંહિતાના ઉલાળિયા:

ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડીને આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરવા અને હથિયારોના પ્રદર્શન પર પ્રતિબંધ હોવા છતાં, આ રેલીમાં ખુલ્લેઆમ હથિયારો સાથે પ્રદર્શન કરાયું હતું. સત્તાના નશામાં ચૂર આ યુવાનો અને રેલીનું આયોજન કરનારાઓ કાયદાને ગાંઠ્યા વગર જ શહેરના રસ્તાઓ પર ફરી રહ્યા હતા. વીડિયો વાયરલ થતા હવે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે, શું સત્તાધારી પક્ષના ઉમેદવારો માટે કાયદો અલગ છે?

🫵તંત્ર પર ઉઠતા સવાલો:

આ ઘટનાએ પોલીસ અને ચૂંટણી પંચની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. શું પોલીસ આવા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી સત્તાના દબાણ હેઠળ માત્ર ‘વરઘોડા’ કાઢીને આંખ આડા કાન કરશે? સામાન્ય નાગરિક જ્યારે નાનો ગુનો કરે ત્યારે પોલીસ તત્કાલ કાર્યવાહી કરે છે, પરંતુ રાજકીય નેતાઓની રેલીમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છતાં તંત્ર કેમ લાચાર બની જાય છે? તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

👉ચૂંટણીમાં લોકશાહીના પર્વ તરીકે ઓળખાતા આ માહોલમાં હથિયારોનું આ પ્રદર્શન લોકોમાં ભય ફેલાવવાનું કામ કરી રહ્યું છે. જો ચૂંટણી પંચ આ બાબતે મૌન રહેશે, તો આગામી દિવસોમાં આવી ઘટનાઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે.

Continue Reading
Vadodara3 hours ago

પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો

Vadodara4 hours ago

વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી

Vadodara1 day ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli2 days ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara2 days ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara2 days ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara2 days ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive3 days ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending