Connect with us

Vadodara

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Published

on

  • રૂ. 63.55 લાખની મસ્તમોટી ઠગાઈ: પાલિકાના નકલી અધિકારી બની સુભાનપુરા અને ગોરવા PM આવાસ યોજનામાં ફ્લેટ-દુકાનો અપાવવાના નામે લાખો રૂપિયા પડાવ્યા.
  • નકલી દસ્તાવેજ અને બોગસ સીલ: આરોપીઓએ VMC અને સબ રજિસ્ટ્રાર કચેરીના નકલી સિક્કાઓ તથા બોગસ પહોંચો બનાવી છેતરપિંડી આચરી.
  • બે આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર: ગોરવા પોલીસે રોહન સોલંકી અને કશ્યપ જોષીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી.
  • જીલ બારોટ સહિત 3 વોન્ટેડ: કૌભાંડમાં સંડોવાયેલા જીલ બારોટ, અશોક બારોટ અને શુભમ મહાવરને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી.

વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સસ્તા ભાવે ફ્લેટ અને દુકાનો અપાવવાના નામે નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક શાતિર ટોળકીનો ગોરવા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તરીકેની ખોટી ઓળખ આપીને અરજદારો પાસેથી રૂ. 63,55,00/- ની માતબર રકમ પડાવી લેનાર ઠગ ટોળકીના બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપીઓ કશ્યપ જોષી, જીલ બારોટ, અશોક બારોટ, રોહન સોલંકી અને શુભમ મહાવરે ફેબ્રુઆરી 2024 થી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેઓએ સુભાનપુરા ખાતે આવેલી ‘ઝાંસી રાણી હાઉસિંગ’ (TP-1, FP-105) માં ફ્લેટ નં. C-203 તથા નીચે આવેલી દુકાન નં. 2, 3, 4, 5 અને 11, તેમજ ગોરવા (TP-10, FP-128) માં આવેલી દુકાન નં. 19, 22, 23, 16, 21 અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ મકાન અને દુકાનોના નામે ટુકડે-ટુકડે કુલ રૂ. 63.55 લાખ મેળવી લીધા હતા.

આરોપીઓએ પોતાના કબજામાં વડોદરા મહાનગરપાલિકા તથા સબ રજિસ્ટ્રાર કચેરીના ખોટા અને બનાવટી સિક્કાઓ રાખ્યા હતા. તેના આધારે નકલી બાનાખત, બનાવટી વેચાણ દસ્તાવેજો અને રજિસ્ટ્રેશન કર્યાની બોગસ પહોંચો બનાવીને સાચી તરીકે આપી વિશ્વાસઘાત કર્યો હતો. ભોગ બનનારાઓએ મકાન-દુકાનનો કબજો ન મળતા નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે ગોરવા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી ગોરવા પી.આઈ. કે.એન. લાઠીયા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને કૌભાંડમાં સંડોવાયેલા આરોપી રોહન લક્ષ્મણસિંહ સોલંકી (રહે. સુભાનપુરા) અને કશ્યપ રાકેશકુમાર જોષી (રહે. વાઘોડિયા રોડ) (વડોદરા જીલ્લા ભાજપ સંગઠનના કાર્યાલય મંત્રી રાકેશભાઈ જોશીના પુત્ર )ની અટકાયત કરી કોર્ટમાંથી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકી જીલ અશોક બારોટ, અશોક બારોટ અને શુભમ મહાવરને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવાસ અપાવવાના નામે હજી અનેક લાભાર્થીઓ પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે. બે દિવસ પહેલા કપુરાઈ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અને હવે ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ આ ઠગ ટોળકી દ્વારા છેતરાયેલા અન્ય લોકો પણ જાગૃત થયા છે. આવનારા સમયમાં આ લાખોની છેતરપિંડીનો આંકડો વધે તો નવાઈ નહિ!

Continue Reading
Vadodara3 hours ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara12 hours ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli2 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara2 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor4 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara6 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending