Connect with us

Dabhoi

ડભોઇ: વિદેશી દારૂનો 4.42 લાખનો જથ્થો ઝડપાયો, પાયલોટિંગ કરતી ઈકો સાથે બે શખ્સો જેલભેગા

Published

on

  • સફળ વોચ: પલાસવાડા રેલવે ફાટક પાસે ડભોઇ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓપરેશન.
  • મુદ્દામાલ: 4.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, સાથે ઈકો અને મહિન્દ્રા ગાડી કબજે.
  • બે પકડાયા, એક ફરાર: ભાવનગરના બે શખ્સોની ધરપકડ, મુખ્ય ચાલક યોગેશ જેઠવા ફરાર.
  • પાયલોટિંગનો પર્દાફાશ: દારૂની ગાડીને સુરક્ષિત પસાર કરાવવા માટે ઈકો ગાડીમાં કરાતું હતું પાયલોટિંગ

ડભોઇ: ડભોઇ નજીક આવેલા પલાસવાડા રેલવે ફાટક પાસે પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે દરોડો પાડી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દારૂ ભરેલી ગાડીને સુરક્ષિત રીતે પસાર કરવા માટે પાયલોટિંગ કરી રહેલી ઈકો કારને પણ પોલીસે આબાદ રીતે ઝડપી લીધી છે.

શું હતી સમગ્ર ઘટના?

ડભોઇ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, છોટાઉદેપુર તરફથી એક સફેદ કલરની મહિન્દ્રા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નસવાડી-બુંજેઠા થઈ ડભોઇ-વડોદરા થઈને ભાવનગર તરફ જનાર છે, અને તેની આગળ એક ઈકો ગાડીમાં બે શખ્સો પાયલોટિંગ કરી રહ્યા છે. આ માહિતીને પગલે પોલીસની ટીમે પલાસવાડા રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી.

​પોલીસને જોઈને ઈકો કારમાં રહેલા બે શખ્સોને તો પોલીસે ઘેરીને પકડી પાડ્યા હતા, પરંતુ દારૂ ભરેલી ગાડીના ચાલકે દૂરથી જ પોલીસને જોઈ જતા રસ્તામાં જ ગાડી મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

🚨ઝડપાયેલો મુદ્દામાલ અને આરોપીઓ:

પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 4.42 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સંતોષ પ્રવિણભાઈ જેઠવા અને સાગરભાઈ પ્રેમજીભાઈ બારૈયા (બંને રહે. હાથબ, ભાવનગર) ને ઝડપી પાડ્યા છે. જ્યારે દારૂ ભરેલી ગાડી મૂકીને ફરાર થઈ ગયેલા યોગેશ ઉર્ફે પથુ લાભુભાઈ જેઠવા (રહે. હાથબ, ભાવનગર) ને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

​ડભોઇ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ અને આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara25 minutes ago

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વીજ થાંભલા પર કામ કરતા શ્રમિકને જોરદાર વીજ કરંટ, જીવ અધ્ધરતાલ

Savli48 minutes ago

સાવલીમાં આગનું તાંડવ: લામડાપુરા નજીક ઔદ્યોગિક કચરામાં લાગેલી આગથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા

Vadodara4 hours ago

કાગળ પર વિકાસ, રસ્તા પર ખાડા: દોઢ વર્ષથી બંધ રોડ અને ચોમાસા પૂર્વેની અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ

Dabhoi5 hours ago

ડભોઇ: વિદેશી દારૂનો 4.42 લાખનો જથ્થો ઝડપાયો, પાયલોટિંગ કરતી ઈકો સાથે બે શખ્સો જેલભેગા

Gujarat1 day ago

બાળ સુરક્ષા સામે સવાલ: ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા બાળકીને ધમકી અને શારીરિક અડપલાંની ગંભીર ઘટના

Vadodara1 day ago

હાઈવે પર ચક્કાજામ: 200થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા, “વૈકલ્પિક રસ્તો આપો, પછી કટ બંધ કરો”ની માંગ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 day ago

નશો જીવલેણ બનતા રહી ગયો: જામ્બુવા બ્રિજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 day ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara5 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara1 week ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Trending