Connect with us

Vadodara

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; ‘કાસમઆલા ગેંગ’નો સાગરીત અને ગુજસીટોકનો આરોપી મોહમ્મદહલીમ ઉર્ફે હલીમા પઠાણ ઝડપાયો

Published

on

  • ફતેહગંજમાંથી ધરપકડ: શ્રીનગર સોસાયટીના નાકેથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કુખ્યાત આરોપીને દબોચી લીધો.
  • ગુજસીટોક બાદ ફરી ગુનો: ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત થયા બાદ આરોપીએ કુંભારવાડા વિસ્તારમાં મારામારીનો ગુનો આચર્યો હતો.
  • રીક્ષા ચાલકને ધમકી: “અમારા વિરુદ્ધ ફરિયાદ કરી તો સુરસાગરમાં નાખી દઈશ” કહી રીક્ષા ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
  • 9 ગુનાનો ઈતિહાસ: આરોપી અગાઉ લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને જુગાર જેવા 9 ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને ‘પાસા’ પણ કાપી આવ્યો છે.

વડોદરા શહેરમાં જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા અને ધરપકડ ટાળવા માટે લાંબા સમયથી ફરાર થઈ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલીંગ અને વોચમાં હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને વડોદરાની કુખ્યાત ‘કાસમઆલા ગેંગ’ના એક સક્રિય અને રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

🧐બાતમીના આધારે ફતેહગંજમાંથી દબોચ્યો:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ફતેહગંજ શ્રીનગર સોસાયટીના નાકે વોચ ગોઠવી હતી. પોલીસે ત્યાંથી પસાર થતા એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડી પૂછપરછ અને ખાતરી કરતા તે કુંભારવાડા પોલીસ સ્ટેશનના શારીરિક ઈજા અને ધમકીના ગુનામાં નાસતો ફરતો આરોપી હોવાનું સામે આવ્યું હતું.

👉ઝડપાયેલા આરોપીનું નામ:

  • મોહમ્મદહલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ (મન્સુરી) (રહે. મન્સુરી કબ્રસ્તાન, મોતીનગર, વડોદરા).

🚨કુંભારવાડા પોલીસ સ્ટેશનનો ગુનો અને ધમકીની મોડસ ઓપરેન્ડી:

આ પકડાયેલા આરોપી અને તેના સાગરીત સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 11 canvas(2), 296(બી), 351(2), 54 મુજબ ગુનો નોંધાયેલો છે. ઘટનાની ટૂંકી વિગત એવી છે કે, ગત તા.02/04/2026 ના રોજ સવારે એક ઓટોરીક્ષા ચાલક હાથીખાના પાણીના પરબ રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે વખતે આરોપી મોહમ્મદહલીમ ઉર્ફે હલીમા પઠાણ અને તેનો સાગરીત હુસેન કાદરમીયા સુન્ની સ્વિફ્ટ ગાડી લઈને ત્યાં આવ્યા હતા.

આરોપીઓએ રીક્ષા ચાલકને ધમકાવતા કહ્યું હતું કે, “તું મારા ભાઈ અકબર સુન્નીના છોકરાઓને અને તેની પત્નીને રીક્ષામાં સ્કૂલે મૂકવા જતો નહીં”. તેમ કહીને રીક્ષા ચાલકના ગાલ પર થપ્પડ મારી દીધી હતી. આ સાથે જ આરોપી મોહમ્મદહલીમે ધમકી આપતા કહ્યું હતું કે, “જો અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે, તો તને સુરસાગર તળાવમાં નાખી દઈશ”. આરોપીઓએ જાહેરમાં ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચર્યો હતો, ત્યારથી આરોપી મોહમ્મદહલીમ ધરપકડ ટાળવા ફરાર હતો.

👮ગુજસીટોકનો આરોપી અને ગુનાહિત ઇતિહાસ:

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી મોહમ્મદહલીમ વડોદરાની ખતરનાક ‘કાસમઆલા ગેંગ’નો સભ્ય છે. અગાઉ તેની સામે સંગઠિત ગુનાખોરી અટકાવવાના કાયદા ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ ગુનો નોંધી જેલભેગો કરાયો હતો. આ ગુજસીટોકના ગુનામાં હાઈકોર્ટમાંથી જામીન મુક્ત થયા બાદ તરત જ તેણે ફરીથી કુંભારવાડામાં આ મારામારી અને ધમકીનો ગુનો આચર્યો હતો. આરોપી સામે ભૂતકાળમાં લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને જુગારના કુલ 09 (નવ) જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે અગાઉ ‘પાસા’ (PASA) હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો છે.

​ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી, ગુનાની આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે તેને કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Vadodara10 hours ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara11 hours ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi1 day ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara3 days ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara5 days ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara5 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara5 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara6 days ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending