Connect with us

Vadodara

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Published

on

વડોદરા:શહેરના પોલીસ કમિશનર  નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચના હેઠળ, ક્રાઈમ બ્રાન્ચે મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

🧐કઈ રીતે ઝડપાયો આરોપી?

ક્રાઈમ બ્રાન્ચના DCP  હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન PSI એ.જે. રાઠવા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઇસમ સયાજીપુરા તરફથી આજવા રોડ થઈને શહેર તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને અજય ઉર્ફે રમેશભાઈ મારવાડી (ઉ.વ. ૨૬) ને ઝડપી લીધો હતો.

🚨સુરત અને રાજસ્થાનમાં હતી શોધ

​પકડાયેલા આરોપી અજય મારવાડીની પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે:

  • ​સુરત: અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં તે પોલીસને હંફાવી રહ્યો હતો.
  • ​રાજસ્થાન: રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી છે. વડોદરા પોલીસે આ બંને રાજ્યોની પોલીસને જાણ કરી આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે.

✍️આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલ અજય મારવાડી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ એક રીઢો આરોપી છે. તેની સામે અગાઉ વડોદરાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૦૭ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં:

  • દુષ્કર્મ અને અપહરણ: સગીરાના અપહરણ અને દુષ્કર્મ (પોક્સો) નો ગુનો.
  • લૂંટ અને ખંડણી: મકરપુરા અને લક્ષ્મીપુરામાં લૂંટ તથા ખંડણીના ગુના.
  • ઘરફોડ ચોરી: બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ચોરીના ગુના.
  • ​અન્ય: જુગાર ધારા અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળના ગુનાઓ.

👮વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે તેને સુરત પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Continue Reading
Vadodara7 hours ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli1 day ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara2 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor4 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara5 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara1 week ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending