Connect with us

Vadodara

શહેરમાં એક કોન્ટ્રાક્ટર સાથે સુરતના ભેજાબાજે વિદેશમાં લેબર સપ્લાય કરવાના નામે 38 લાખ ની છેતરપિંડી

Published

on

સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની છેતરપિંડી..

  • ઓક્ટોબર 2023 માં આશિષ મિસ્ત્રીએ સિંગાપુરમાં 30 લેબર સપ્લાય કરવા માટે મારી પાસે લેબરોની ડિટેલ મેળવી
  • આશિષ મિસ્ત્રીએ મને એક લેબર દીઠ 1.20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું
  • વિદેશ પહોંચે એટલે 50% રકમ પરત આપશે અને કામદારને 80000 સેલરી મળશે.

વડોદરાના એક કોન્ટ્રાક્ટર સાથે સુરતના ભેજાબાજે વિદેશમાં લેબર સપ્લાય કરવાના નામે 38 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનો બનાવ બનતા સમા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

શહેરના છાણી જકાતનાકાની શિવમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લખમાણીએ પોલીસને કહ્યું છે કે, મારી સાઈટ પર મિસ્ત્રી કામ કરતા દીપકભાઈ મારફતે સુરતના લેબર સપ્લાયર આશિષ બીપીનભાઈ મિસ્ત્રી (સૌરાષ્ટ્ર દર્શન રેસીડેન્સી, બીઓબી પાસે, કઠોદરા, સુરત) નો સંપર્ક થયો હતો. 

જ્યારે આશિષ મિસ્ત્રીએ મને કહ્યું હતું કે તે વિદેશમાં લેબર સપ્લાય કરે છે અને આપણે પાર્ટનરશીપમાં કામ કરી શકીએ તેમ છીએ. ઓક્ટોબર 2023 માં આશિષ મિસ્ત્રીએ સિંગાપુરમાં 30 લેબર સપ્લાય કરવા માટે મારી પાસે લેબરોની ડિટેલ મેળવી હતી. 

જ્યારે દિલીપભાઈએ કહ્યું છે કે, આશિષ મિસ્ત્રીએ મને એક લેબર દીઠ 1.20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું. જેની સામે કામદાર વિદેશ પહોંચે એટલે 50% રકમ પરત આપશે અને કામદારને 80000 સેલરી મળશે તેમાંથી પણ કમિશન આપવાની વાત કરી હતી. જેથી 30 લેબર પેટે મેં 37.98 લાખ રૂપિયા મોકલ્યા હતા. 

જ્યારે આશિષે કોર્ટ મેનપાવર રિસોર્સીસ ટ્રાલી સિંગાપુરના નામે કોન્ટ્રાક્ટના ફોર્મ પર સહીઓ પણ મેળવી હતી. ત્યારબાદ તેને કેટલાક કામદારોની ટિકિટો પણ મોકલી હતી. જે ટિકિટો આગલે દિવસે કેન્સલ થઈ છે તેમ તેણે કહ્યું હતું. આમ, આશિષભાઈની વર્તણુક શંકાસ્પદ જણાઈ હતી અને મારો ફોન પણ રિસીવ નહીં કરી ઉડાવ જવાબ આપતા હોવાથી મેં પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ એમણે એક પણ લેબરને મોકલ્યા નથી અને પૈસા પણ પરત કરતા નથી. જેથી સમા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara20 minutes ago

300 કરોડની લોનનું સપનું બતાવી છેતરપિંડી કરનાર  ‘કમિશનખોર’ નયના મહીડાના જામીન નામંજૂર

Vadodara59 minutes ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 hour ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara4 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara4 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International6 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara22 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara1 day ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara59 minutes ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara22 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 day ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 day ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending