Connect with us

Sports

એશિયા કપ પહેલા BCCIને ઝટકો, DREAM-11નો ટીમ ઈન્ડિયાને સ્પોન્સર કરવા ઈનકાર

Published

on

  • BCCI એ ટૂંક સમયમાં નવો સ્પોન્સર શોધવો પડશે.
  • ડ્રીમ11 એ કેટલામાં થઈ હતી ડીલ.
  • ડીલ પ્રમાણે ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહી.

એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCI ને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. હાલમાં જ સંસદમાં  પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11 ના ફુલે ફાલેલા બિઝનેસ પર મોટી અસર  થઈ છે.

Dream11 ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થવાનું છે. હવે  Dream11 સ્પોન્સરશીપ પાછી ખેંચી લેતા BCCI એ ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.

આમ તો BCCI ના એક અધિકારીએ આ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, ‘Dream11 ના પ્રતિનિધિઓએ BCCI ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ CEO હેમાંગ અમીનને જાણ કરી હતી કે Dream11 હવે આ ડીલ આગળ વધારવા સક્ષમ નથી. જેના કારણે તે એશિયા કપ માટે ભારતીય ટીમનું સ્પોન્સર નહી કરે. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.’

જે ડ્રીમ11 એ જુલાઈ 2023 માં BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી રકમથી ડીલ કરી હતી. જે હેઠળ ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ માટે સ્પોન્સરના રાઈટ્સ મેળવ્યા હતા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયુઝ ( Byju’s) ને રિપ્લેસ કરી હતી.

હવે બંને વચ્ચે થયેલા કરાર પ્રમાણે ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહી. કારણ કે, કરારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય બિઝનેસને અસર કરે છે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. ડ્રીમ11ની શરુઆત 18 વર્ષ પહેલા થઈ હતી અને આજે તેની વેલ્યૂ લગભગ $8 બિલિયન પર પહોંચી ગઈ છે.

Continue Reading
Vadodara21 hours ago

વડોદરા જિલ્લામાં ચોમાસમાં મન મૂકીને વરસી રહ્યો છે મેઘરાજા: સિઝનનો કુલ વરસાદ 12.56 ઇંચ વરસી ચૂક્યો છે

International1 day ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું: યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ પ્લાન્ટ્સ પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો

Vadodara2 days ago

ચોરાયેલું સોનું સંતાડનાર સાથીદાર મહેન્દ્રસિંગ સરદાર પણ સકંજામાં: રૂ. 2.07 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Vadodara2 days ago

રૂ. 40,000 ની કિંમતનું ચોરી કરાયેલ એક્ટિવા મોપેડ સાથે વસંતભાઈ દરજી નામના શખ્સની ધરપકડ

Vadodara2 days ago

ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધીને 13 ફૂટે પહોંચ્યું,આજવા સરોવરની સપાટી 208.31 ફૂટે

Vadodara2 days ago

23 લાખથી વધુના વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો કુખ્યાત બુટલેગર વાડી મહાદેવ તળાવ પાસેથી ઝડપાયો

Vadodara3 days ago

છેલ્લા 21 દિવસમાં 5 મો અકસ્માત: વાહનચાલકો માટે ફતેગંજ બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યો છે

Vadodara3 days ago

ગોલ્ડન ટોલ નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો: રૂ. 1.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 week ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending