Connect with us

Sports

વડોદરાની દીકરીની કમાલ: 17 વર્ષીય આસ્મા ઝાબુવાલા SGFI વેઇટલિફ્ટિંગમાં કરશે ડેબ્યુ.

Published

on

આસ્મા ઝાબુવાલા રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગ બંનેની આ યુવા રમતવીર ભારતનું ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરવાનો સ્વપ્ન જોવે છે

વડોદરા,તા.૨૪: વડોદરા જિલ્લો ૧૭ વર્ષીય છોકરી આસ્મા તાહીરાળી ઝાબુવાલાને રમતગમત ક્ષેત્રે વધાવી લેવાની તૈયારીમાં છે, કારણ કે આ યુવા ખેલાડી પોતાનું પ્રથમ SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઇ રહી છે. જેમાં તે વેઇટલિફ્ટિંગમાં વડોદરા અને ગુજરાત બંનેનું પ્રતિનિધિત્વ કરશે. આ તેના પ્રારંભિક રમતગમત કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ માઈલસ્ટોન દર્શાવે છે, અને તેની પસંદગી માત્ર તેની શક્તિ અને શિસ્ત જ નથી દર્શાવતી, પણ સ્પર્ધાત્મક રમતોમાં યુવાન મહિલાઓની વધતી જતી ભાગીદારી પણ દર્શાવે છે.

પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવીથી તેણીની રમતગમતમાં કારર્કિર્દી વધુ પ્રેરણાદાયક બને છે—બે કઠિન વિષયો- પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગ બંનેમાં તેને તીવ્ર શારીરિક તાલીમ, માનસિક ધૈર્ય અને અડગ પ્રતિબદ્ધતા જરૂરી છે. તેની ઓછી વય હોવા છતાં, તેણે બંને રમતોમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે અનેક સ્પર્ધાત્મક ઈવેન્ટોમાં ભાગ લઇ અનુભવ પ્રાપ્ત કરી ખેલ પ્રત્યેની અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવી છે.

અસ્મા તહેરાલી આસ્મા ઝાબુવાલા હાલ ધોરણ ૧૨મા વિજ્ઞાન અભ્યાસ કરી રહી છે, કઠોર શૈક્ષણિક જવાબદારીઓ સાથે રમતોમાં ઊંડો રસ તેણી સંતુલિત રીતે જાળવી રહી છે. તેની શૈક્ષણિક મુસાફરીએ તેને શિસ્ત, ધ્યાન અને અસરકારક સમય વ્યવસ્થાપન શીખવ્યું છે જેના થકી તે પોતાની તાલીમ અને સ્પર્ધાત્મક માનસિકતાને મજબૂત રીતે સમર્થન આપે છે.

અસ્માએ આ બાબતે કહ્યું કે, “મારી વેઇટલિફ્ટિંગ અને પાવરલિફ્ટિંગની યાત્રા જિજ્ઞાસાથી શરૂ થઈ હતી જે આજે અડિખમ પ્રતિબદ્ધતા બની ગઈ છે. શરૂઆતમાં મૂળભૂત બાબતો શીખતા શીખતા અને સતત તાલીમ અને માનસિક ધીરજ દ્વારા જિજ્ઞાસા સ્પર્ધાત્મક શ્રેષ્ઠતામાં રૂપાંતરિત થઈ છે. સમય જતા, હું બેસિક અભ્યાસમાંથી રાષ્ટ્રીય સ્તરના અભ્યાસ સુધી પહોચી. પાવરલિફ્ટિંગમાં સ્ટેટ-લેવલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ તરીકે માન્યતા મેળવી અને ક્લાસિક નેશનલ સબ-જુનિયર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કર્યું, જ્યાં મેં ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતી.”

વધુમાં અસ્માએ પોતાના લક્ષ્ય વિશે જણાવ્યુ કે, તેનું સ્વપ્ન ઓલિમ્પિક ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. SGFI તેની પ્રથમ મુખ્ય રાષ્ટ્રીય સ્તરનો અનુભવ હોવાથી, તે આ અવસરને પોતાના લક્ષ્ય તરફનો અગત્યનું પગલું તરીકે જોઈ છે.

તેણીની સિદ્ધિ વડોદરા અને ગુજરાતમાં વધતા રમતગમતના મહત્વને દર્શાવે છે, જ્યાં યુવા ખેલાડીઓ—ખાસ કરીને છોકરીઓ—સ્યીરીયોટાઇપ તોડી અવનવી રમતોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આસ્માની કોચ સન્ની બાવચા માને છે કે યોગ્ય માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત સપોર્ટ સાથે, તેણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર મોટી દાવેદાર તરીકે પ્રતિનિધિત્વ કરી શકે છે.

૧૨મા ધોરણમા વિજ્ઞાન પ્રવાહમાં શૈક્ષણિક શિસ્ત અને હાઇ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ બન્ને બાબતોને સારી રીતે સંભાળતા તે એક કેન્દ્રિત, નિશ્ચિત અને લક્ષ્યમુખી વ્યક્તિમાં પરિવર્તિત થઇ ચુકી છે. તે વર્ગખંડમાં હોઈ કે સ્પર્ધાના મેદાનમાં, તે પોતાની ઉત્કૃષ્ટતા માટે પ્રયાસ કરે છે અને પડકારોને વિકાસની તક તરીકે સ્વીકારે છે. તેની આ યાત્રા શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રમાં મજબૂત સમતોલન દર્શાવે છે, અને સાબિત કરે છે કે સમર્પણ અને જસ્બા સાથે ચાલવું શક્ય છે.

Continue Reading
Vadodara3 days ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli5 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi5 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara6 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara6 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara6 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara6 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara6 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending