Connect with us

National

સંસદમાં ‘જી રામ જી’ ગુંજ્યું: MGNREGAનું નામ બદલાતા વિપક્ષ લાલઘૂમ, લોકસભામાં ભારે હોબાળા વચ્ચે બિલ પસાર

Published

on

સંસદના સત્રમાં આજે ભારે ધાંધલ-ધમાલ અને હોબાળા વચ્ચે એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ બિલ પસાર કરવામાં આવ્યું છે. મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન’ એટલે કે ‘VB-G RAM G’ બિલ લોકસભામાં મંજૂર થયું છે. જોકે, MGNREGA માંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાના મુદ્દે વિપક્ષે સરકાર પર બાપુના અપમાનનો ગંભીર આક્ષેપ લગાવી ગૃહ ગજવ્યું હતું.

લોકસભામાં આજે રોજગાર ગેરંટી યોજનાનું નવું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું. સરકારના મતે આ ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફનું એક મહત્વનું કદમ છે, પરંતુ વિપક્ષ માટે આ પૂજ્ય બાપુના નામ પર થયેલો પ્રહાર છે.

કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો છે કે સરકાર MGNREGA નું નામ બદલીને મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતે સંસદના મકર દ્વાર પર ધરણાંમાં ભાગ લીધો હતો, જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ આને ગ્રામીણ ભારતના ‘કામના અધિકાર’ પર હુમલો ગણાવ્યો છે. ગૃહમાં સ્થિતિ એટલી તંગ બની હતી કે કેટલાક સાંસદોએ બિલની નકલો પણ ફાડી નાખી હતી.

શું છે નવું બિલ?

  • નામ: VB-G RAM G (વીબી-જી રામ જી)
  • પૂરું નામ: વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025.
  • હેતુ: ગ્રામીણ રોજગાર માળખાને નવું અને મજબૂત સ્વરૂપ આપવું.

વિપક્ષના હુમલાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, “મૂળ યોજનામાં ગાંધીજીનું નામ 2009માં માત્ર રાજકીય ફાયદા માટે ઉમેરાયું હતું.” તેમણે પ્રિયંકા ગાંધીને પણ જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસે હંમેશા માત્ર નેહરુ-ગાંધી પરિવારના નામે જ યોજનાઓ ચલાવી છે અને તેની લાંબી યાદી ગૃહ સમક્ષ રજૂ કરી હતી.

એક તરફ સરકાર આ બિલને રોજગારી ક્ષેત્રે ‘ગેમ ચેન્જર’ ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેને ગ્રામીણ જનતાના અધિકારો છીનવવાનું કાવતરું કહી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ‘જી રામ જી’ નામ સાથેની આ નવી યોજના જમીની સ્તરે ગ્રામીણ ભારતનું ચિત્ર કેટલું બદલે છે.

Continue Reading
Vadodara46 minutes ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara2 hours ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara20 hours ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara1 day ago

વડોદરામાં ચૂંટણી અદાવતનો ખૂની ખેલ: સોસાયટીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો પથ્થરમારો, ગાડીના કાચ તોડ્યા!

Karjan-Shinor1 day ago

કરજણ તાલુકાના નારેશ્વરમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા: કેમેરામાં કેદ થઈ વાઈલ્ડ લાઈફની હિલચાલ

National2 days ago

મહાકાલના દર્શન કરીને પરત ફરતા વડોદરાના 6 યુવકોના કરુણ મોત: રોંગ સાઈડથી આવતા ટ્રકે ઇકો વાનને ટક્કર મારી

Vadodara2 days ago

વડોદરાના સુભાનપુરામાં તસ્કરોનો આતંક: જૈન દેરાસર પાસે બંધ મકાનના તાળા તોડી દોઢ લાખની મત્તા ચોરી ફરાર

Vadodara2 days ago

ઓટોરીક્ષામાં મુસાફરી દરમિયાન નજર ચૂકવી ચોરી કરતી મહિલા ઝડપાઈ: બોડેલીની જુલી મન્સુરી પોલીસ સકંજામાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending