Connect with us

National

ઇથેનોલના ઉદ્યોગ માટે તક તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે સંકટ? 100% ઇથેનોલના નિર્ણયથી અર્થતંત્રમાં હલચલ

Published

on

  • ઐતિહાસિક નિર્ણય: E100 ઇંધણને કાનૂની મંજૂરી મળી, જે ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવામાં મદદરૂપ થશે.
  • કૃષિ ક્ષેત્રમાં તેજી: શેરડી અને મકાઈના વધતા વપરાશથી ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની આવક વધવાની આશા છે.પણ MSP માં ભાવ નથી મળતા એ વાત નકારી શકાય નઈ.
  • ઉદ્યોગો સામે પડકાર: એન્જિનની બનાવટમાં ટેક્નિકલ ફેરફાર અને વધારાનો ખર્ચ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે મોટો પડકાર છે.
  • સામાન્ય માણસ પર અસર: ખાદ્ય સુરક્ષા અને વધતા વાહન ખર્ચને કારણે મોંઘવારીનો માર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતના ઇંધણ અને ઓટોમોબાઈલ સેક્ટર માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 100% ઇથેનોલ એટલે કે E100 ઇંધણને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક તરફ સરકાર આને આત્મનિર્ભર ભારત તરફનું મોટું કદમ ગણાવી રહી છે, તો બીજી તરફ આ નિર્ણયને લઈને આર્થિક અને તકનીકી નિષ્ણાતો દ્વારા ગંભીર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/2065790404180738447?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2065790404180738447%7Ctwgr%5E8d1500618559baf4936a40a4949e8912a9f849a6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fnational%2Findia-approves-e100-fuel-100-ethanol-allowed-as-legal-vehicle-fuel-73770839209.html

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને વિદેશી હૂંડિયામણની બચત કરવાનો છે. ઇથેનોલના ઉપયોગથી વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે શેરડી અને મકાઈ જેવા પાકોની માંગ વધવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે,એવું સરકારનું કહેવું છે,પણ ગ્રાઉન્ડ લેવલ માં ખેડૂતો ને MSP માં ભાવ નથી મળતા એ વાત નકારી શકાય નઈ.

🧐જોકે, આ નિર્ણય સામે અનેક પડકારો પણ મોઢું ફાડીને ઉભા છે:

  • ઓટોમોબાઈલ સેક્ટર પર દબાણ: BS6 બાદ હવે BS7 નોર્મ્સની તૈયારીમાં રહેલી કંપનીઓ માટે E100 કમ્પ્લાયન્ટ એન્જિન બનાવવા તે ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. લાખોની સંખ્યામાં રહેલા E20 વાહનોના સ્ટોક અને નવા એન્જિનના ઉત્પાદનના ખર્ચને કારણે વાહનોના ભાવ વધવાની ભીતિ છે.
  • ખાદ્ય સુરક્ષાનું સંકટ: જો મોટા પાયે પાકનો ઉપયોગ ઇથેનોલ માટે થાય, તો શું ખાંડ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં તોતિંગ વધારો નહીં થાય?
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ: પેટ્રોલ પંપો પર ટેન્ક અને પાઇપલાઇન્સ બદલવાનો ખર્ચ અંતે ગ્રાહકોના ખિસ્સામાંથી જ વસૂલવાની શક્યતા છે.
  • પર્યાવરણીય ચિંતા: ઇથેનોલ ઉત્પાદન માટે પાણી અને જમીનનો અતિશય વપરાશ જળસ્તર અને ફળદ્રુપતા પર પણ ગંભીર અસર કરી શકે છે.

🫵શું સરકાર આ નિર્ણય લેવામાં ઉતાવળ કરી રહી છે? શું દેશનું વર્તમાન માળખું આટલા મોટા ફેરફાર માટે સંપૂર્ણપણે તૈયાર છે? આ સવાલો હાલમાં જનતા અને ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ વિકાસનું સપનું છે, તો બીજી તરફ વધતી મોંઘવારીનો ભય. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પડકારોને કેવી રીતે પાર પાડે છે.

Continue Reading
Vadodara2 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur3 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara3 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara3 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara3 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat3 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara4 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 days ago

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending