Connect with us

National

અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ ‘તું મને નથી ઓળખતી? એક્શન લઇશ’,

Published

on

ગુરુવારે 4 સપ્ટેમ્બર સોલાપુરના માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા અધિકારી કેરળની હોવાનું કહેવાય છે, જે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ હતી.

  • મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
  • કરમાલાના ડીએસપી અને ડેપ્યુટી સીએમ વચ્ચે ફોન પર બોલાચાલી
  • ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે ડીએસપી સોલાપુર પહોંચ્યા હતા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, ‘હું નાયબ મુખ્યમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું? શું તમારામાં આટલી બધી હિંમત છે?’ મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને DSP અંજલિ કૃષ્ણા વચ્ચે મોટી દલીલ જોઈ શકાય છે.

જાણવા મળ્યા અનુસાર, મહારાષ્ટ્રના સોલાપુરમાં કરમાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અંજલિ કૃષ્ણા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે ફોન અને વીડિયો કોલ પર બોલાચાલી થઈ હતી. આઈપીએસ અધિકારી અંજલિ કૃષ્ણાએ ફોન પર ડેપ્યુટી સીએમ અજિત પવારને ઓળખ્યા ન હતા, આ દરમિયાન ગુસ્સે ભરાયેલા અજિત પવારે અધિકારીને ઠપકો આપ્યો હતો.

ડીએસપી અંજલી કૃષ્ણા રસ્તાના બાંધકામ માટે મુરુમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે સોલાપુરના કુર્દુ ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે બાચાલાચી થઈ હતી. ત્યારબાદ એનસીપીના એક કાર્યકર બાબા જગતાપે સીધો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલી કૃષ્ણાને આપ્યો.

આ દરમિયાન અંજલિ કૃષ્ણા નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો અવાજ ઓળખી શકી નહીં. અજિત પવારે પોતાની ઓળખ જાહેર કરી અને કાર્યવાહી રોકવા કહ્યું, તેમણે કહ્યું કે, ‘મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે, હવે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી.’

નાયબ મુખ્યમંત્રી અજિત પવારની વાત ન સાંભળીને IPS અધિકારીએ કહ્યું કે, ‘તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ!’ જેના પર અજિત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું, “કામ બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું, તમારી પાસે આટલી હિંમત છે! મને તમારો નંબર આપો, હું વીડિયો કોલ કરી રહ્યો છું, તમે મને વીડિયો કોલ પર ઓળખી શકશો ને?’ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અધિકારીનો નંબર લીધો અને તેમની સાથે વીડિયો કોલ દ્વારા સીધી તેમના ફોન પર વાત કરી. વીડિયો કોલ દરમિયાન અજિત પવારે અધિકારીને કાર્યવાહી બંધ કરવા અને તહસીલદાર સાથે વાત કરવા સૂચના આપી.

આ આખી ઘટના 31મી ઓગસ્ટે બપોરની છે, જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના બોલવાના સ્વરની ટીકા થઈ રહી છે. આ ઘટના સમયે સ્થળ પર હાજર અને હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો કેસ નોંધવામાં આવ્યો છે.

Continue Reading
Vadodara2 hours ago

પોલીસને જોઈ કન્ટેનર ચાલકે યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

Vadodara3 hours ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara4 hours ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara23 hours ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara1 day ago

વડોદરામાં ચૂંટણી અદાવતનો ખૂની ખેલ: સોસાયટીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો પથ્થરમારો, ગાડીના કાચ તોડ્યા!

Karjan-Shinor1 day ago

કરજણ તાલુકાના નારેશ્વરમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા: કેમેરામાં કેદ થઈ વાઈલ્ડ લાઈફની હિલચાલ

National2 days ago

મહાકાલના દર્શન કરીને પરત ફરતા વડોદરાના 6 યુવકોના કરુણ મોત: રોંગ સાઈડથી આવતા ટ્રકે ઇકો વાનને ટક્કર મારી

Vadodara2 days ago

વડોદરાના સુભાનપુરામાં તસ્કરોનો આતંક: જૈન દેરાસર પાસે બંધ મકાનના તાળા તોડી દોઢ લાખની મત્તા ચોરી ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending