Connect with us

Gujarat

ગુજરાતમાં ગેસ કટોકટી: મિડલ ઈસ્ટના યુદ્ધની અસર હવે તમારા રસોડા અને રોજગાર પર!

Published

on

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને સપ્લાય ચેઈનમાં અવરોધ.

  • મહેસાણા ડેરી: ગેસ સપ્લાયમાં 40% નો કાપ.
  • સિરામિક ઉદ્યોગ: મોરબીમાં 100 થી વધુ એકમો બંધ.
  • શાપર-વેરાવળ: 600 એકમો પર આર્થિક ફટકો.

રાજ્યમાં અત્યારે ઈંધણના મોરચે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો અને ડેરી સેક્ટર પર પડી રહી છે. કોમર્શિયલ ગેસથી લઈને પ્રોપેન ગેસ સુધીના પુરવઠામાં મોટા કાપને કારણે મોરબીના સિરામિક પ્લાન્ટથી લઈને મહેસાણાની દૂધસાગર ડેરી સુધી ‘તાળા’ વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.

🐄ડેરી ઉદ્યોગ પર જોખમ:

મહેસાણાની દૂધસાગર ડેરી સહિત રાજ્યના અન્ય ડેરી પ્લાન્ટ્સમાં ગેસ પુરવઠામાં 40% સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો દૂધ પ્રોસેસિંગના પ્લાન્ટ બંધ કરવા પડે તેવી નોબત આવી શકે છે. સૌથી મોટી ભીતિ મિલ્ક પાવડરના ઉત્પાદનને લઈને છે; જો ગેસ નહીં મળે તો પાવડરનું ઉત્પાદન ઠપ થઈ જશે, જેની અસર દૂધના સપ્લાય ચેઈન પર પણ પડી શકે છે.

🏨હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં:

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની ચિંતા વધી છે. ગેસ સિલિન્ડર રિફિલિંગના સમયમાં વધારો થતા સામાન્ય જનતામાં પણ રાંધણ ગેસની અછત સર્જાશે તેવો ફફડાટ ફેલાયો છે.

🏭મોરબી અને શાપરના ઉદ્યોગો ઠપ:

પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

  • મોરબી: 100 થી વધુ ફેક્ટરીઓ અત્યારે બંધ હાલતમાં છે.
  • શાપર-વેરાવળ: કાસ્ટિંગ અને ફોર્જિંગના 600 થી વધુ એકમો બંધ થવાના આરે છે. સરકારે ઉદ્યોગકારોને એક મહિના સુધી ઉત્પાદન બંધ રાખવા અંગે અભિપ્રાય માંગ્યો છે, જેનાથી હજારો શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર છે.

🫵આ ગંભીર પરિસ્થિતિને જોતા સિરામિક અને અન્ય ઉદ્યોગના પ્રતિનિધિ મંડળોએ ગાંધીનગર દોડી જઈ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ઉદ્યોગોને બચાવવા માટે કયા વૈકલ્પિક માર્ગો અપનાવે છે.

Vadodara13 hours ago

અટલાદરા માધવનગરમાં મધરાત્રે ઘટના: બિલ્ડિંગ પરથી પટકાતા યુવકનું મોત; પોલીસ પર ઉઠ્યા સવાલો

Vadodara15 hours ago

વડોદરામાં સત્તાના સંગ્રામનો પ્રારંભ: મેયર પદ માટે 3 દાવેદારો અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 નેતાઓની ભારે ખેંચતાણ

Vadodara15 hours ago

વડોદરામાં વિકાસના કામનું ‘ગ્રહણ’: 3 મહિનાથી બંધ પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ ખોલવા રહીશોનો NHSRCL ઓફિસ પર મોરચો

Vadodara16 hours ago

વડોદરા: દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ;1949 બોટલ દારૂ સાથે ઝડપાયેલા કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ જેલભેગો કરાયો

Vadodara16 hours ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara2 days ago

વડોદરા: ગોરવા મધુનગર બ્રિજ પાસે જાહેરમાં મારામારી કરનાર બંને પક્ષના 8 શખ્સો પોલીસના સકંજામાં

Gujarat2 days ago

ભરૂચમાં ‘નેતાગીરી’ ભારે પડી: વળતરના મામલે ચૈતર વસાવાને પીડિત યુવકે જાહેરમાં જડ્યો સણસણતો લાફો!

Vadodara3 days ago

રેલવે તંત્ર સામે મોરચો: વડોદરામાં પાર્સલ એજન્ટોનું આંદોલન; સુવિધાના અભાવે બહિષ્કાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara16 hours ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara3 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara5 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara2 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Trending