Connect with us

Editor's Exclusive

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Published

on

  • આમ આદમી પાર્ટી જ્યાં પગપેસારો કરી રહી છે ત્યાં પણ ભાજપ હોદ્દા આપવામાં પોતાના જ બનાવેલા નિયમો તોડે છે !
  • એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ભંગ કર્યા બાદ એક પરિવારમાં એક થી વધુ હોદ્દા ભાજપના એક જ મેન્ડેટમાં જોવા મળ્યા!
  • કાર્યકરોમાં કેવા ઉદાહરણ સેટ થશે ?, શું છોટાઉદેપુરની નિયુક્તિઓના પડઘા અન્ય જીલ્લાઓમાં પણ પડશે ?

નિયમો અને બંધારણોની વાત કરતા ભાજપમાં હવે ચાહે ત્યારે નિયમો બદલીને માણીતાને મોઝ કરાવી દેવાની પ્રથા શરુ થઇ છે. આજ થી 2 વર્ષ પહેલા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે એક વ્યક્તિ એક હોદ્દાના કડક નિયમોનું પાલન કરાવ્યું હતું. પણ હવે ભાજપ પક્ષના સ્થાનિક નેતાઓની જ્યાં વધુ ગરજ હોય ત્યાં તમામ નિયમો છડેચોક તોડી નાખવાની છૂટ મળી જાય છે. અને પ્રદેશના નેતાઓ આ નિયમ તોડ પ્રથાને સહર્ષ સ્વીકારી લે છે. અને પછી કાર્યકરોમાં ચર્ચા થાય કે, ‘અમારો વારો આવ્યો ત્યારે નિયમો બતાવીને હોદ્દાથી કેમ તાગેડ્યા?’ આ ચર્ચા સ્વાભાવિક પણ છે.

હાલ પણ ભાજપમાં જ્યાં કોઈને નિયુક્તિમાં કાપીને ‘કટ ટુ સાઈઝ’ કરવો હોય ત્યાં એક વ્યક્તિ એક હોદ્દાનું સમીકરણ લાગુ કરવામાં આવે છે. જ્યાં છોટાઉદેપુર જીલ્લાના સહકારી ક્ષેત્રમાં લાગુ થયેલ એક નિયુક્તિએ ફરી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોનું ધ્યાન ખેચ્યું છે. જે જીલ્લામાં આજે ધીરે ધીરે ભાજપની રાજકીય જમીન ખસીને આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે ત્યાં પણ ભાજપ પક્ષ કાર્યકરોને એક સરખો ન્યાય આપવાને બદલે એક તરફ જ હોદ્દાઓની વણઝાર કરી મુકે છે.

તાજેતરમાં છોટાઉદેપુર જીલ્લાની પાવી જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી યોજવામાં આવી, આ ચુંટણીમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ ઉમેશ રાઠવા દ્વારા વિધિવત ભાજપના લેટર હેડ પર ખેડૂત વિભાગ,વેપાર વિભાગ અને સંઘ વિભાગના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું અસ્થીત્વ એટલું મજબુત ન હોય તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જોકે આ યાદીમાં બે નામોએ ધ્યાન ખેચ્યું હતું

ખેડૂત વિભાગની પેનલની આગેવાની કરતા મયુર મુકેશભાઈ પટેલ સાથે તેઓના ધર્મપત્ની પ્રિયાબેન મયુરભાઈ પટેલને પણ સંઘ વિભાગ માંથી ઉમેદવારીની મંજુરી આપી હતી. એક પરિવાર એક હોદ્દો હોવાની વાતમાં અહી તો એક જ પેનલમાં એક જ પરિવારના બે વ્યક્તિઓને ઉમેદવારી આપી દેવામાં આવી હતી. જ્યાં બિનહરીફ વિજેતા થયા બાદ મયુરભાઈ મુકેશભાઈ પટેલને APMCના ચેરમેનની જવાબદારી મળી ત્યારે તેઓના પત્ની પણ આ બોર્ડમાં ડીરેક્ટર તરીકેની જવાબદારી નિભાવશે.

બીજી તરફ જાણવા મળતી માહિતી પ્રમાણે APMCની ચુંટણીમાં મયુર પટેલની ઉમેદવારી થતા એ વાત પણ નકારી ન શકાય કે, તેઓ પાસે છોટાઉદેપુર સંગઠનમાં પણ હોદ્દો અને જવાબદારી તો છે જ..! મયુર પટેલ પોતે જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું પદ ધરાવે છે અને જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના ખુબ નીકટના વ્યક્તિ કહેવાય છે. તેઓને જીલ્લા કિસાન મોરચાના પ્રભારીની પણ જવાબદારી મળી છે. એટલે સંગઠનમાં તેઓ બે જવાબદારી નું નિર્વહન કરે છે.

હવે અહી ‘એક વ્યક્તિ એક હોદ્દાના’ ભાજપના સંગઠન સુત્રની વાત કરીએ તો મયુર પટેલ પાસે જીલ્લા ઉપપ્રમુખ, કિસાન મોરચા પ્રભારી, પાવીજેતપુર APMCમાં ડીરેક્ટર, પાવીજેતપુર APMCના ચેરમેન અને તેમના પત્ની પણ APMCના ડીરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યાં એક વ્યક્તિ પાસે અસંખ્ય હોદ્દાઓ રહેતા હોય તો આ કિસ્સાને એક ઉદાહરણ સ્વરૂપે ગોઠવીને અન્ય જીલ્લાઓ કે અન્ય તાલુકાઓની APMCમાં કોઈ રાજકીય કે સહકારી અગ્રણી એક કરતા વધુ હોદ્દા પર રહેવા માટે નિશ્ચય કરે તો ભાજપના પ્રદેશના નેતાઓ આ માંગણીને કેવી રીતે નકારી શકે? પક્ષના નેતાઓ જ આવા ઉદાહરણો સેટ કરશે, તો નીતિ નિયમોના ધજાગરાઓ ક્યારે રોકાશે?

Continue Reading
Vadodara2 hours ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli3 hours ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara7 hours ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara19 hours ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara1 day ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive1 day ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 days ago

કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

Savli2 days ago

સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending