Chhotaudaipur
નસવાડીમાં ઉનાળાની શરૂઆતે જ પાણી માટે પોકાર, 100થી વધુ ચેકડેમો જર્જરિત હાલતમાં
Published
8 months agoon
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે તાલુકાના 100થી વધુ ગામોના ચેકડેમો આજે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા એક દાયકાથી જાળવણીના અભાવે આ ચેકડેમો તૂટી ગયા હોવાથી વરસાદી પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે, જેના પરિણામે ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે ઊંડા ઉતરી રહ્યા છે.

🏞️નસવાડી તાલુકામાંથી અશ્વિન અને મેણ જેવી બે મોટી નદીઓ પસાર થાય છે, પરંતુ આ નદીઓ પર આવેલા ચેકડેમો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

- જાળવણીનો અભાવ: છેલ્લા 10 વર્ષથી એક પણ ચેકડેમનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. જૂની યોજનાઓ જર્જરિત થઈ છે અને નવી કોઈ યોજના અમલમાં મુકાઈ નથી.
- રેતી-માટીનું સામ્રાજ્ય: ખુશાલપુરા ગામ પાસે મેણ નદી પર આવેલો 100 મીટર લાંબો ચેકડેમ અત્યારે માટીથી ભરાઈ ગયો છે. જે પાણી 10 કિલોમીટરના વિસ્તારમાં રોકાવું જોઈએ, તે ચેકડેમની દુર્દશાને કારણે વહી જાય છે.
- તંત્ર સામે રોષ: સ્થાનિકોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના ઇજનેરો લાખો રૂપિયાનો પગાર લે છે, પરંતુ ફિલ્ડ પર કોઈ કામગીરી દેખાતી નથી. જિલ્લા પંચાયત અને તાલુકા સ્તરે બેસતા અધિકારીઓ માત્ર કાગળ પર કામ કરતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.


🫵સ્થાનિક ગ્રામજન

ખેડૂત, કુકરદા
“અમારા વિસ્તારમાં નદીઓ હોવા છતાં ચેકડેમો તૂટેલા હોવાથી પાણી રોકાતું નથી. દર વર્ષે ઉનાળામાં અમારે અને અમારા પશુઓએ તરસ્યા રહેવું પડે છે. સરકાર ચોમાસા પહેલા આ ચેકડેમો ગાળે અને રિપેર કરે તેવી અમારી માંગ છે.”
🧐ભૂગર્ભ જળસ્તર ઊંડા જતા હવે ખેતી અને પીવાના પાણી માટે ગ્રામીણ જનતામાં હાહાકાર મચ્યો છે. શું તંત્ર ચોમાસા પહેલા જાગશે અને આ ચેકડેમોનું નવિનીકરણ કરશે? કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ જનતાએ તરસ્યા રહેવું પડશે? તે એક મોટો પ્રશ્ન છે.
You may like
-
છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું
-
નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ
-
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
-
છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન
-
દેવ ડેમમાંથી પાણી છોડાતા સર્જાઈ વિકટ પરિસ્થિતિ: અમરેશ્વરથી વાઘોડિયા જતો માર્ગ બંધ, વાહનવ્યવહાર ઠપ્પ
-
નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
