Connect with us

Vadodara

એલેમ્બિકનો રોડ કે ‘ચક્રવ્યૂહ’? FSI લીધી પણ રસ્તો કેમ ન સોંપ્યો? મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સવાલો.

Published

on

વડોદરા: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકે તેવા એક મહત્વના રસ્તાને લઈને મોટો વિવાદ છેડાયો છે. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ એલેમ્બિક સિટીમાંથી પસાર થતા 18 મીટરના રોડની માલિકી અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સમક્ષ સવાલોનો મારો ચલાવ્યો છે.

⚠️શું છે મુખ્ય વિવાદ?

ઇનઓર્બિટ મોલની સામે આવેલી એલેમ્બિક સિટીમાંથી જ્યોતિ કંપની થઈ પંડ્યા બ્રિજ તરફ એક રસ્તો નીકળે છે. ધારાસભ્યનો દાવો છે કે આ જૂનો ‘નળિયા રોડ’ છે જે સરકારી ચોપડે નોંધાયેલો છે. તેમ છતાં, એલેમ્બિક કંપની દ્વારા ત્યાં ગેટ મૂકી દેવામાં આવ્યા છે અને બેરીકેટિંગ કરી દેવાયું છે. ઘણીવાર સિક્યુરિટી ગાર્ડ સામાન્ય નાગરિકોને અહીંથી પસાર થતા અટકાવે છે, જેને લઈને જનતામાં રોષ છે.

🛑FSI અને નિયમોનો ભંગ?

ધારાસભ્ય કેયુર રોકડિયાએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, એલેમ્બિક કંપનીએ જ્યારે અહીં અંદર કન્સ્ટ્રક્શન માટે FSI (Floor Space Index) મેળવી છે, ત્યારે નિયમ મુજબ તેમણે આ રસ્તો કોર્પોરેશનને સોંપી દેવો પડે અને તેને TP રોડ જાહેર કરવો પડે. જો રસ્તો સોંપ્યો નથી, તો FSI કેવી રીતે મળી? અને જો રસ્તો સરકારી છે, તો કંપની ત્યાં ગેટ કેવી રીતે લગાવી શકે?

🚸ટ્રાફિકમાં મળી શકે મોટી રાહત:

જ્યારે ગેંડા સર્કલ પર ભારે ટ્રાફિક જામ હોય, ત્યારે આ રસ્તો નાગરિકો માટે પંડ્યા બ્રિજ સુધી પહોંચવાનો ટૂંકો અને સરળ માર્ગ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ ખાનગી મિલકત જેવો માહોલ ઉભો કરી સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે.

🧐તંત્રની કાર્યવાહી:

આ ગંભીર રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે ટાઉન પ્લાનિંગ (TP) વિભાગને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ રોડ હકીકતમાં કોની માલિકીનો છે, તેનો રેકોર્ડ શું કહે છે અને નાગરિકોના વપરાશ માટે કોર્પોરેશન શું કાર્યવાહી કરશે, તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

🫵વડોદરામાં કિંમતી જમીનો અને સરકારી રસ્તાઓ પર ખાનગી કંપનીઓના કથિત કબજા સામે ધારાસભ્યએ લાલ આંખ કરી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશનનો તપાસ અહેવાલ શું ખુલાસો કરે છે અને શું વડોદરાના નાગરિકોને આ રસ્તો વાપરવા મળશે કે નહીં.

Vadodara5 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Chhotaudaipur6 hours ago

બૂટલેગરોનો નવો નુસખો ફેલ: શાકભાજીની ટ્રકમાંથી નીકળ્યો દારૂનો જથ્થો, હિમાચલના બે શખસો જેલ હવાલે.

Gujarat7 hours ago

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે ભડકો, NSUI દ્વારા યુનિવર્સિટી બંધનું એલાન

National7 hours ago

ગેસ સિલિન્ડરની વહેલી ડિલિવરી જોઈએ છે? લાલચમાં આવતા પહેલા વાંચજો આ સમાચાર, ખાતું થઈ શકે છે સાફ.

Vadodara9 hours ago

વડોદરાના લારી ધારકો મેદાનમાં, ગેસ સિલિન્ડર મુદ્દે કલેક્ટરને રજૂઆત

Vadodara9 hours ago

વડોદરાના દાંડિયા બજારમાં ફાયરિંગ, નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

Vadodara9 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, અઢી વર્ષથી ફરાર દુષ્કર્મનો આરોપી MP થી ઝડપાયો

Vadodara10 hours ago

તરસાલી બાયપાસ પાસે પોલીસની 112 ટીમ પર હુમલો: નશામાં ધૂત પુત્રની પોલીસ સાથે ઝપાઝપી.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara1 day ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli3 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat4 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Trending