Connect with us

Vadodara

પત્રિકા કાંડ મામલે પૂર્વ મેયર અને સસ્પેન્ડેડ નગરસેવક વચ્ચે ભારે તુતું મેમેં, અન્ય નગરસેવકોએ તમાશો જોયો

Published

on

પૂર્વમેયર નીલેશ રાઠોડ સામે પત્રિકા જાહેર કરનાર ભાજપ માંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લીમ્બાચીયા અને નીલેશ રાઠોડ વચ્ચે આજે પાલિકાની સભામાં જાહેરમાં તુંતું મેમે થતા સભામાં સોપો પડી ગયો હતો. એક સમયે સાથે રાજકીય કારકિર્દી શરુ કરનાર બે મિત્રો હવે એકબીજાના શત્રુ બને ગયા છે ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ ત્યારે સભા સ્તબ્ધ થઇ ગઈ હતી. અલ્પેશ લીમ્બચિયાએ થોડા સમય પહેલા તત્કાલીન મેયર નીલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકાઓ પોસ્ટ કરાવીને તેઓને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા. જે ઘટના બાદ ભાજપે અલ્પેશ લીમ્બાચીયાને સસ્પેન્ડ કર્યા હતા. આજે પાલિકાની સભામાં બંને સામસામે આવી ગયા હતા. જયારે ભાજપની બહુમતી હોવા છતાય સત્તા પક્ષના પૂર્વ મેયરની તરફેણમાં એક પણ નગરસેવક સમર્થનમાં ઉભા થયા ન હતા.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara

વીજકંપની દ્વારા ગ્રાહકોને માહિતગાર કર્યા વિના પ્રીપેઈડ મીટર લગાવતા હોબાળો, પોલીસે મામલો થાળે પાડ્યો

Published

on

મધ્યગુજરાત વીજ કંપની દ્વારા તાજેતરમાં શહેરી વિસ્તારોમાં સ્માર્ટ પ્રીપેઈડ વીજ મીટરો લગાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેનાથી મધ્યમ અને ગરીબના લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. સ્માર્ટ મીટર લાગવવાના ફાયદા કે ગેરફાયદાની સામાન્ય જાગૃતિ પણ ફેલાવ્યા વિના MGVCL દ્વારા મીટરો થોપી દેવામાં આવી રહ્યા છે. જેનાથી વીજબીલનું ભારણ વધતું હોવાની ફરિયાદ સાથે આજે સુભાનપુરા વીજ કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો ધસી આવ્યા હતા. અને ઉગ્ર રજુઆતો કરી હતી.

Advertisement

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ આવતા વીજબીલમાં બે મહીને બીલી પૂરું પાડવામાં આવે છે. અને તેમાય વપરાશ વધુ આવે તો વીજ યુનિટનો દર પણ  વધી જાય છે. આ સગવડિયા ગણિતને કારણે ગ્રાહકોને અચાનક જ બીલમાં 30 થી 40 ટકાનો વધારો વેઠવો પડે છે. બે મહિનાની બિલીંગ સાયકલ ગ્રાહકો માટે નહિ પણ વીજ કંપનીને ફાયદો કરાવવા માટેની વ્યવસ્થા બની ગઈ હતી. ત્યારે હવે વીજ કંપની દ્વારા પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે.

સ્માર્ટ પ્રી પેઈડ મીટરના ફાયદા કે ગેરફાયદા ગ્રાહકોને સમજાવ્યા વિના જાણે ટાર્ગેટ પૂરું કરવા નીકળ્યા હોય તેમ માધ્યમ અને ગરીબ વર્ગના રહેણાંક મકાનોમાં પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મીટરમાં જેટલા રૂપિયાનું રીચાર્જ કર્યું હોય તેટલો સમય વીજ કનેક્શન ચાલે છે. જેના કારણે ગ્રાહકોને અધવચ્ચે વીજબીલ ભરવા જવું પડે છે. જયારે કેટલાક ગ્રાહકોને ઓનલાઈન રીચાર્જની સમજણ ન હોવાથી વીજપુરવઠા વિના રહેવાનો વારો આવે છે.

Advertisement

વીજકંપનીની આવી મનમાની સામે આજે સુભાનપુરાના વીજ ઓફીસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશો આવી પહોચ્યા હતા. અને પ્રીપેઈડ વીજ મીટર કાઢી જવા માટે રજૂઆત કરી હતી. જોકે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એક બીજાને ખો આપતા ગ્રાહકો રોષે ભરાયા હતા અને અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં તેઓએ ગ્રાહકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

Advertisement
Continue Reading

Vadodara

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ એ વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું,જવાહરનગર પોલીસે ગુન્હો નોંધ્યો

Published

on


વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ રણોલીમાં રહેતી 33 વર્ષીય વિધવા મહિલા સાથે લોનના હપ્તામાં મદદ કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકે નોંધાય છે. જ્યારે પોલીસે ધારાસભ્યના પૂર્વ પીએની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement



શહેર નજીક રણોલી ગામે રહેતી 33 વર્ષીય વિધવા મહિલાને સંતાનમાં બે બાળકો છે. 2020માં પતિ સાથે તેના છૂટાછેડા થયા હતા. મહિલાએ પદમલા વિસ્તારમાં એક બેંકમાંથી 15 લાખની લોન લીધી હતી મહિલા રણોલીમાં એક નાની હોટલ ચલાવતી હતી. બીમારીમાં સપડાતા  હોટલ બંધ થઈ ગઈ હતી અને લોનના ત્રણ હપ્તા ભરી શકે તેમ ન હતી. 36 દિવસમાં હપ્તા નહીં ભરો તો મકાનને તાળા વાગશે તેવી બેંકની નોટિસથી મહિલા ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી આ મહિલા તેની પુત્રી સાથે ગત વર્ષે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસેની ઓફિસે ગઈ હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ ના સ્થાને તેમના પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો.

રાજેશે મદદના બહાને મહિલા સાથે વાત કરતો હતો. ગત તારીખ ચોથીએ રાજેશ મહિલાના ઘરે ગયો હતો જે બાદ તેને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલા કરગરતી રહી પણ રાજેશ મહિલાને છોડતો ન હતો. દરમિયાન મહિલાના દીકરી અને જમાઈ ઘરે આવ્યા હતા. બંનેને કઠંગી હાલતમાં જોયા હતા. ત્યારે રાજેશ તમારાથી થાય તે કરી લેજો તમારાથી કંઈ થવાનું નથી તેમ કહીને ટુવાલ લપેટીને મકાનના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો.

Advertisement

રાજેશે ધમકી પણ આપી હતી કે. આજે જે થયું તેની કોઈને જાણ કરી તો મારી નાખીશ. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ સમાજના ડરથી ફરિયાદ કરી ન હતી. જ્યારે આજે જવાહર નગર પોલીસે પાદરાના રાજેશ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement
Continue Reading

Vadodara

કોટના મહીસાગર નદીમાં નાહવા ગયેલા તાંદલજાના બે યુવાનો ડૂબ્યા,સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યા

Published

on

વડોદરા પાસે આવેલો કોટણા બીચ આજે બે યુવાનો માટે કાળ સાબિત થયો છે. આ ઘટનામાં બે યુવકોનું ડુબી જવાના કારણે મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ તબક્કે મળી રહી છે. 5 મિત્રો કોટણા બીચ પર નાહ્વા પડ્યા હતા. જે પૈકી બે ડુબી જવાથી મૃત્યુ પામ્યા છે. સ્થાનિકો દ્વારા બંનેના મૃતદેહ રેસ્ક્યૂ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. હરણી બોટકાંડ બાદ પણ જળાશયોમાં લોકોની સુરક્ષા માટે કોઇ નક્કર પગલાં લેવામાં નહી આવ્યા હોવાની સાબિતી આ કિસ્સો આપી રહ્યો છે.

વડોદરા પાસે મહિસાગર નદી કિનારે આવેલા કોટણા બીચ પર રજાના દિવસે લોકો ઉભરાતા જોવા મળે છે. આ બીચ પર મોટી સંખ્યામાં વોટર સ્પોર્ટસ એક્ટીવીટી હાથ ધરવામાં આવે છે. અહિંયા લોકોની સુરક્ષાને લઇને કોઇ વ્યવસ્થા છે કે નહી તેની કોઇ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. હરણી બોટકાંડ બાદ પણ જળાશયોમાં લોકોની સુરક્ષાને લઇને ખાસ ધ્યાન આપવામાં નહી આવતું હોવાની સાબિતી આપતી ઘટના આજે સામે આવી છે.

Advertisement

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા પાસે આવેલા કોટણા બીચ પર આજે પાંચ મિત્રો 4 વાગ્યાના આરસામાં નાહ્વા પડ્યા હતા. તે પૈકી બે યુવાનોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનામાં મૃતકોના નામ પટેલ જૈનુલ ઇબ્રાહીમભાઇ (ઉં. 20) અને સોહેબ ઇરફાન પઠાણ (ઉં. 19) હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને તાંદલજા વિસ્તારના રહેવાસી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. બંને યુવાનોના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બે મિત્રો ડુબતા હોવાનું ધ્યાને આવતા સ્થાનિકો દ્વારા બચાવ કાર્યા હાથ ધરવામાં આવ્યું હતું. પાંચ પૈકી ત્રણને બચાવી લેવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જ્યારે બે યુવાનોનું મૃત્યુ થયું છે. વડોદરાનું તંત્ર હજી બે યુવાનોના મૃત્યુની ઘટના બાદ કેટલા સમયે જાગીને કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

Advertisement
Continue Reading
Advertisement

Trending