Connect with us

Waghodia

વડોદરા : વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ

Published

on

વાઘોડિયા નગરપાલિકા વોર્ડના સીમાંકન માટે જરૂરી માહિતી એકઠી કરી, તેમજ વર્ષ-2011 ની વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલા આંકડા ધ્યાને લીધા હતા

  • વર્ષ-2011 ની વસતી ગણતરીને ધ્યાનમાં રાખીને 6 વોર્ડની રચના કરવામાં આવી
  • કુલ 24 બેઠકોમાંથી 18 અનામત બેઠકો તો 6 સામાન્ય બેઠકો, મહિલા માટે કુલ 12 બેઠકો અનામત
  • અનુસૂચિત આદિજાતિ તથા પછાત વર્ગ તે પૈકી સ્ત્રી અનામત બેઠક સહિતની માટેની બેઠકોની ફાળવણી

વડોદરા જિલ્લાની વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો છે.

કાઉન્સિલરોની કુલ 24 બેઠકો નક્કી વર્ષ-2011 ની વસતી ગણતરીના આંકડાના આધારે વાઘોડિયા નગરપાલિકાને કુલ 6 વોર્ડમાં વહેંચવામાં આવી છે અને કાઉન્સિલરોની કુલ 24 બેઠકો નક્કી કરી છે. આ બેઠકોમાં 18 અનામત બેઠકો છે અને 6 સામાન્ય બેઠકો છે. અનામત બેઠકોમાં 2 બેઠક અનુસૂચિત જાતિ માટે, 4 બેઠક અનુસૂચિત આદિજાતિ માટે, પાંચ 5 બેઠક પછાતવર્ગ માટે અને સામાન્ય વર્ગની મહિલા માટે સાત 7 અનામત બેઠકનો સમાવેશ થાય છે.

જ્યારે કુલ 24 બેઠકો પૈકી પચાસ ટકા એટલે કે 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિ મહિલા માટે એક બેઠક, અનુસૂચિત આદિજાતિ મહિલા માટે બે બેઠક, પછાતવર્ગ મહિલા માટે બે બેઠકો અને બાકીની બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટેનો સમાવેશ થાય છે.

જ્યારે અનામત બેઠકોની ફાળવણી વોર્ડવાર જોઈએ તો, વોર્ડ નંબર-3 માં એક બેઠક અનુસૂચિત આદિજાતિ માટે, વોર્ડ નં-2 અને 6 ની એક-એક બેઠક અનુસૂચિત જાતિ માટે, વોર્ડ નં-6 ની એક બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, વોર્ડ નં-1અને 5 ની બેઠકો અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. આવી જ રીતે વોર્ડ નં-1, 4 અને 5 ની બેઠક પછાતવર્ગ માટે અને વોર્ડ નં-2 અને 3 ની બેઠક પછાતવર્ગ સ્ત્રીને ફાળવવામાં આવી છે. આ પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ તથા પછાત વર્ગ તે પૈકી સ્ત્રી અનામત બેઠક સહિતની માટેની બેઠકોની ફાળવણી કર્યા પછી સ્ત્રી અનામત બેઠક અને બાકી રહેતી બેઠક બિન અનામત તરીકે ફાળવવામાં આવી છે.

જાણવું મહત્વનું છે કે, રાજ્ય ચૂંટણી આયોગે વાઘોડિયા નગરપાલિકાના વોર્ડના સીમાંકન માટે જરૂરી માહિતી એકઠી કરી હતી તેમજ વર્ષ-2011 ની વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલા આંકડા ધ્યાને લીધા હતા, જે પ્રમાણે નગરપાલિકાની કુલ વસતી  23,549 આવે છે. નગરપાલિકાને 6  વોર્ડમાં વહેંચતા વોર્ડની સરેરાશ વસતી 3925 જેટલી થાય છે. એકત્રિત કરેલી માહિતીને આયોગે ચકાસણી કરી હતી, જે દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, એકત્રિત કરાયેલી માહિતી પ્રમાણે કોઈપણ વોર્ડની વસતી સરેરાશ વસતીના 10 ટકા વસતીના વધ/ઘટની મર્યાદાથી વધતી નથી કે ઘટતી નથી.

આવી પ્રાથમિક આદેશ સામે કોઈ પણ નાગરિક કે જાહેર જનતાને સલાહ સૂચનો કરવાના હોય તો તેઓ સત્વરે રાજ્ય ચૂંટણી આયોગ (બ્લોક નંબર-9, છઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગર)ને મોકલી આપવા જણાવાયું છે. જેની એક નકલ જિલ્લા ચૂંટણી અધિકારીને પણ આપવાની રહેશે.

Continue Reading
International1 hour ago

ફ્રાંસમાં પ્લેન ક્રેશ : સ્કાઈડાઈવિંગનો પહેલો અનુભવ અંતિમ સાબિત થયો, નર્સિંગના વિદ્યાર્થીઓ અને ઈન્સ્ટ્રક્ટર્સ સહિત 11 ના મોત

Vadodara2 hours ago

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વીજ થાંભલા પર કામ કરતા શ્રમિકને જોરદાર વીજ કરંટ, જીવ અધ્ધરતાલ

Savli2 hours ago

સાવલીમાં આગનું તાંડવ: લામડાપુરા નજીક ઔદ્યોગિક કચરામાં લાગેલી આગથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા

Vadodara5 hours ago

કાગળ પર વિકાસ, રસ્તા પર ખાડા: દોઢ વર્ષથી બંધ રોડ અને ચોમાસા પૂર્વેની અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ

Dabhoi6 hours ago

ડભોઇ: વિદેશી દારૂનો 4.42 લાખનો જથ્થો ઝડપાયો, પાયલોટિંગ કરતી ઈકો સાથે બે શખ્સો જેલભેગા

Gujarat1 day ago

બાળ સુરક્ષા સામે સવાલ: ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા બાળકીને ધમકી અને શારીરિક અડપલાંની ગંભીર ઘટના

Vadodara1 day ago

હાઈવે પર ચક્કાજામ: 200થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા, “વૈકલ્પિક રસ્તો આપો, પછી કટ બંધ કરો”ની માંગ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara5 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara1 week ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Trending