Connect with us

Gujarat

આંકલાવ ભ્રષ્ટાચાર વિવાદમાં સળગ્યા પિતા-પુત્ર; વડોદરા SSG હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

Published

on

લોકશાહીમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હવે જાનલેવા સાબિત થઈ રહ્યો છે. આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં એક જાગૃત ખેડૂતે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ શું કરી, સરપંચના પરિવારે કાયદો હાથમાં લઈ પિતા-પુત્રને જીવતા સળગાવવાનો હિચકારો પ્રયાસ કર્યો છે. હાલ બંને પીડિતો વડોદરાની SSG હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

🏥 વડોદરા SSG હોસ્પિટલથી ગ્રાઉન્ડ રિપોર્ટ

આંકલાવના અંબાવ ગામના ભરતભાઈ પઢિયાર અને તેમનો પુત્ર કેવલ પઢિયાર હાલ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના બર્ન્સ વોર્ડ (દાઝેલા વિભાગ) માં દાખલ છે. પેટ્રોલ છાંટીને લગાવાયેલી આગમાં બંને ગંભીર રીતે દાઝી ગયા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની હાલત નાજુક છે અને તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.

શું હતો સમગ્ર વિવાદ?

અંબાવ ગામના ભરતભાઈ પઢિયારે ગામના મહિલા સરપંચ કોકિલાબેન પઢિયાર સામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સત્તાવાર રજૂઆત કરી હતી. “ભ્રષ્ટાચારની અરજી કેમ કરી?” તેનો રોષ રાખીને સરપંચના પતિ અને પુત્રોએ ભરતભાઈને રસ્તામાં આંતરીને પેટ્રોલ છાંટ્યું હતું. પિતાને બચાવવા ગયેલો પુત્ર કેવલ પણ આ આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો.

🚨પરિવારમાં ડર અને પોલીસની કાર્યવાહી

આ ઘટના એટલી ભયાનક હતી કે પીડિત પરિવાર અત્યારે ભારે આઘાતમાં છે. હુમલાખોરોના ડરને કારણે પરિવાર અત્યારે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી રહ્યો છે. બીજી તરફ, આંકલાવ પોલીસે મહિલા સરપંચ સહિત પરિવારના 4 લોકો સામે હત્યાના પ્રયાસ (IPC 307) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

📍ઘટના ના મુખ્ય મુદ્દા:

  • પીડિત: ભરત પઢિયાર અને કેવલ પઢિયાર (પિતા-પુત્ર).
  • આરોપી: સરપંચ કોકિલા પઢિયાર સહિત પરિવારના 4 સભ્યો.
  • ગામની સ્થિતિ: અંબાવ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.
  • હોસ્પિટલ અપડેટ: બંને પીડિતો SSG હોસ્પિટલના દાઝેલા વિભાગમાં અત્યંત ગંભીર.

🫵આ ઘટનાએ ગ્રામીણ રાજકારણના વરવા ચહેરાને ખુલ્લો પાડ્યો છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને જો આ રીતે સળગાવી દેવામાં આવશે, તો સામાન્ય માણસ ન્યાયની આશા કોની પાસે રાખશે? હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Vadodara2 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor2 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra3 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara3 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National24 hours ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara1 day ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara1 day ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara1 day ago

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ₹28.47 કરોડનું કૌભાંડ; નાસતા ફરતા CEO ડો. સંતોષ ગઢવીની અમદાવાદથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor2 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara3 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli6 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending