Connect with us

Gujarat

ગાંધીનગરમાં ‘ઈન્દોર’ જેવી ભયાનક સ્થિતિ: ટાઈફોઈડનો હાહાકાર, સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં 104 બાળકો દાખલ

Published

on

ગાંધીનગર | શનિવાર, 3 જાન્યુઆરી 2026
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સ્વચ્છ શહેર ગણાતા ઈન્દોરમાં દૂષિત પાણીથી થયેલા 14 મોતના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં ગાંધીનગરમાં પણ તેવી જ ગંભીર સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. શહેરના જૂના સેક્ટરોમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

🏥 સિવિલ હોસ્પિટલની સ્થિતિ: બાળકો પર રોગચાળાનો પંજો,ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં હાલ એકસાથે 104 બાળકો સારવાર હેઠળ છે. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મિતા પરીખના જણાવ્યા અનુસાર:

  • દર્દીઓમાં 1 થી 16 વર્ષની વયના બાળકો વધુ છે.
  • બાળકોમાં મુખ્યત્વે ઝાડા, ઉલટી અને ટાઈફોઈડના લક્ષણો જોવા મળી રહ્યા છે.
  • ભીડ વધતા હોસ્પિટલમાં E-2 અને F-2 વોર્ડ ઉપરાંત એક નવો સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.

🫵શહેરના સેક્ટર 24, 26, 28, આદિવાડા અને GIDC વિસ્તાર આ રોગચાળાનું કેન્દ્ર બન્યા છે.

  • કેસની વિગત: છેલ્લા એક અઠવાડિયામાં ટાઈફોઈડના 67થી વધુ કન્ફર્મ કેસ નોંધાયા છે, જ્યારે શંકાસ્પદ કેસોનો આંકડો ઘણો મોટો છે.
  • લીકેજની શોધ: આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરના પાણીના મિશ્રણની આશંકાએ 10 જેટલા લીકેજ શોધવા માટે ટીમો કામે લાગી છે.
  • ડોર-ટુ-ડોર સર્વે: મનપા દ્વારા 40 જેટલી ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને ક્લોરીન ટેબ્લેટના વિતરણની કામગીરી શરૂ કરાઈ છે.

🧐ઈન્દોરની ઘટનાથી ફફડાટ

ઈન્દોરના ભાગીરથપુરામાં થયેલી દુર્ઘટનામાં તપાસ દરમિયાન પાણીમાં ઈ-કોલાઈ (E. coli) અને શિગેલા (Shigella) જેવા બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે માનવ મળમૂત્રના મિશ્રણથી ફેલાય છે. ગાંધીનગરના સેમ્પલ રિપોર્ટમાં પણ પાણી પીવાલાયક ન હોવાનું સામે આવતા શહેરીજનોમાં ભયનો માહોલ છે.

🩺તબીબોની સલાહ: હાલની સ્થિતિને જોતા નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Continue Reading
Vadodara30 minutes ago

વડોદરા: ચૂંટણી પહેલા એક્શન મોડમાં કપુરાઈ પોલીસ, પત્તા-પાનાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

National13 hours ago

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ₹34નો તોતિંગ વધારો!

Savli16 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara18 hours ago

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Vadodara19 hours ago

વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

Vadodara19 hours ago

વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

National2 days ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara2 days ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli16 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara4 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara5 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara5 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara6 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat6 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Trending