Connect with us

Vadodara

વિલંબ બાદ ભાજપે મેન્ડેટ જાહેર કર્યા, ભાજપના જ સહકારી અગ્રણીઓ ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સામને-સામને

Published

on

વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ ભાજપે મેન્ડેટ જાહેર કરતા અનેક તર્ક ઉભા થયા છે. જોકે આ સહકારી એકમના કેટલાક ઝોનમાં ભાજપના જ બે થી વધુ સહકારી અગ્રણીઓએ સામસામે ઉમેદવારી નોંધાવી દીધા બાદ મેન્ડેટ કેટલું અસરકાર રહેશે તે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે ખબર પડશે.


વડોદરા તેમજ છોટાઉદેપુરને આવરી લેતી સંસ્થા વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 3 નવેમ્બરથી ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં વડોદરા અને છોટાઉદેપુરના 15 ઝોન માટે ઉમેદવારી પત્રો મેળવવા માતે 9 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યાંરે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની અંતિમ સમય 10 નવેમ્બર હતી. સહકાર વિભાગમાં મેન્ડેટ પ્રથા આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ મેન્ડેટ આપતી હોય છે. જોકે અહિયાં સંકલનના આભાવને કારણે ઉમેદવારી ફોર્મ ભરાઈ  ગયા બાદ પણ મેન્ડેટ જાહેર નહિ થતા કેટલાક ઝોનમાં એક કરતા વધુ ભાજપના જ સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે 15 માંથી ફક્ત 2 ઝોનમાં ભાજપની સામે કોંગેસના સહકારી અગ્રણીની ઉમેદવારી નોંધાઈ છે.


આજે ભાજપે વડોદરા જીલ્લા અને છોટાઉદેપુર જીલ્લાના મેન્ડેટ જાહેર કરી દીધા બાદ પણ અનેક ઝોનમાં ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ ઉભી થઇ છે. પાદરા ઝોનમાં પીનાકીન પટેલને ભાજપે મેન્ડેટ તો આપ્યું પણ સામે પક્ષે ચંદ્રકાંત પરશોત્તમ પટેલ,રાજેન્દ્ર અશ્વિન પટેલ અને ચંદ્રેશ બચુભાઈ પટેલની ઉમેદવારી ઉભી છે.  આજ પ્રમાણે કરજણ 1માં ભાજપના સહકારી અગ્રણી અને ધારાસભ્યની પસંદગી પામેલા સહકારી અગ્રણીએ સામસામે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જે પૈકી ધર્મેન્દ્ર પટેલને મેન્ડેટ મળ્યું હોવા છતાંય સામે પક્ષે વિશાલ પટેલ ઉમેદવારી પરત ખેંચે તેવા કોઈ સંજોગ જણાતા નથી.

આજ પ્રમાણે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં પણ ડમી ઉમેદવારી ફોર્મની પણ ગણતરી કરીએ તો 4 ઉમેદવારો ભાજપ વિરુદ્ધ ભાજપ છે .જેમાંથી ભાજપે કૌશિક પટેલને મેન્ડેટ આવ્યા બાદ પણ સામે પક્ષે એક ઉમેદવાર ચુંટણી લડશે તેમ લાગી રહ્યું છે. જયારે મેન્ડેટ જાહેર કરવામાં થયેલા વિલંબને કારણે ભાજપના સહકારી અગ્રણીઓ અંદરોઅંદર શીંગડા ભેરવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Continue Reading
Vadodara10 hours ago

સંતોષનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ: બકુલાબેન ચતુવેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

National11 hours ago

દિલ્હીમાં રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે PM આવાસ નજીક ધરણા પર બેઠા

Vadodara12 hours ago

ડેન્ગ્યુની ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા: પપૈયાના પાન કે કિવી શું ખરેખર પ્લેટલેટ વધારી શકે છે?

Vadodara20 hours ago

માણેજામાં જુગારની પ્રવૃત્તિ પર પોલીસની રેડ: રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

National1 day ago

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે સીજેપી (CJP) નું આંદોલન તેજ, દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

Gujarat2 days ago

કલાકોમાં જ ન્યાય: 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ સાથેની અથડામણમાં મોત

Savli2 days ago

ડેસરમાં સોની વેપારીનું કારસ્તાન: સોનાનો સેટ બનાવવાનું કહી 1.33 લાખ પડાવ્યા બાદ ફરાર

Vadodara2 days ago

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara6 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 week ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 week ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra1 week ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending