Connect with us

Vadodara

વડોદરામાં ચેન સ્નેચિંગ, ઘરફોડ અને વાહન ચોરીમાં સંકળાયેલી ગેંગ ઝડપાઈ: DCB  4 આરોપીઓને પકડી 4 ગુનાઓ ઉકેલ્યા

Published

on

ક્રાઈમ બ્રાન્ચે તપાસ બાદ ચાર રીઢા આરોપીઓની ગેંગ ઝડપીને ચાર ગુનાઓ ઉકેલ્યા.

  • આરોપીઓ મિલકત સંબંધિત અગાઉના ગુનાઓમાં પણ સંકળાયેલા.
  • શંકાસ્પદ હાલતમાં ત્રણ મોટરસાયકલ સાથે ચાર ઈસમોને કોર્ડન કરીને પૂછપરછ.
  • ક્રાઈમ બ્રાન્ચે તપાસ બાદ મકરપુરા, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલ્યા.

વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેન સ્નેચિંગ ,ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનાઓ આચરના ચાર રીઢા આરોપીઓની ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાણીગેટ અજબડી મિલ ગૌરવ સોસાયટીના નાકે આવી રહેલા ચાર ઈસમોને ત્રણ મોટરસાયકલ શંકાસ્પદ હાલતમાં જણાય આવતા તેમને કોર્ડન કરીને પૂછપરછ કરતા આજવા રોડ એકતાનગરનો અજય મારવાડી, વારસિયા ખારી તલાવડી પાસે રહેતો સચિન સિંગ ટાંક, સનીસિંગ ઉર્ફે ટોન દુધાણી, કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દુધાણીની ઝડતીમાં તેમની પાસેથી લક્ષ્મી માતાની આકૃતિવાળા 15 સિક્કા રોકડા 10,000 મળી આવ્યા હતા.

https://www.instagram.com/reel/DQ_xGVYjL-t/?igsh=cjZobWl5MWhrZDNv

જ્યારે ત્રણેય મોટર સાયકલોના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા અને આ ચારેય ઈસમો અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ હોય સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સચિન સિંગ અને કરણસિંગ અને સાગરિત અજય દુધાણી સાથે મળીને દંતેશ્વર વિસ્તારમાં વહેલી સવારના સમયે એક મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડવાનો તેમજ પ્રતાપ નગર રેલવે કોલોની ખાતે રાત્રિના સમયે બંધ મકાનમાં ઘર ચોરીનો ગુનો કરેલાની કબુલાત કરી હતી, સાથે આરોપી અજય મારવાડી અને સન્નીસિંગ દુધાણીએ સાગરિત અજય દુધાણી સાથે ભેગા મળી સમા ગામ ખાતે બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો ગુનો આચર્યો હતો 

આ ચોરીમાં મળેલ સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને આપેલાની તેમજ આરોપી કરણસિંગ દુધાણીએ સાગરીત અજય દુધાણી સાથે મળીને આ મળેલ મોટરસાયકલ ફતેગંજ બ્રિજ નીચેથી ચોરી કરી લાવ્યા હોવાની અને તેઓ પાસેથી મળેલ મુદ્દા માલ ચોરી કરી મેળવેલો અને વિવિધ ગુનાઓ કરવા માટે આ બાઈકનો ઉપયોગ કરતા હતા.

આ આરોપીઓએ કરેલી કબુલાતમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગેનો અને ચેન સ્નેચિંગનો જ્યારે સમા પોલીસ મથકમાં પણ એક ઘરફોડ ચોરી અને મોટરસાયકલ ચોરીનો ફતેગંજપોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાય આવતા આ રીઢા આરોપીઓની ગેંગને પકડી પાડી તમામ પોલીસ સ્ટેશનને મુદ્દામાલ સાથે સોંપવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Vadodara9 hours ago

વડોદરા: પાણીગેટ પોલીસનો સપાટો; ડભોઈ રોડ પરથી ₹1.56 લાખના મુદ્દામાલ સાથે બુટલેગર ઝડપાયો

Vadodara14 hours ago

વડોદરા: તરસાલીમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર; અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂ અને બિયર મળતા મચ્યો હોબાળો

Vadodara15 hours ago

વડોદરા: કારેલીબાગ બાલ ભવન પાસે અઠવાડિયાથી જળબંબાકાર; કમિશનરના બંગલા નજીક જ લાખો લિટર પાણીનો વેડફાટ

Vadodara2 days ago

વડોદરા: GST એડિશનલ કમિશનરના ઘરમાં ડ્રાઈવરે જ ધાપ મારી! ડુપ્લિકેટ ચાવીથી 5.40 લાખના દાગીના ચોર્યા

Vadodara2 days ago

કાળઝાળ ગરમીનો પ્રકોપ: વડોદરામાં વૃદ્ધાનું ગભરામણ બાદ મોત, SSG હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર

Vadodara2 days ago

ડભોઈ : વઢવાણાના ખેડૂતો હવે આરપારના મૂડમાં! 4 વર્ષ, 4 કરોડ, છતાં કામગીરી શૂન્ય!

Karjan-Shinor2 days ago

કરજણ : સાદરણામાં 5 દિવસથી પાણી નથી; ગટર લાઇનના કામમાં તંત્રએ જનતાને તરસ્યા રાખ્યા

Vadodara2 days ago

બીલ ગામ માર્ગ પર મોટું જોખમ: પાણીની લાઇન લીકેજ થતા રસ્તો બેસી ગયો; જાનહાનિની ભીતિ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 week ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 week ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 week ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara2 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara2 weeks ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending