ક્રાઈમ બ્રાન્ચે તપાસ બાદ ચાર રીઢા આરોપીઓની ગેંગ ઝડપીને ચાર ગુનાઓ ઉકેલ્યા.
આરોપીઓ મિલકત સંબંધિત અગાઉના ગુનાઓમાં પણ સંકળાયેલા.
શંકાસ્પદ હાલતમાં ત્રણ મોટરસાયકલ સાથે ચાર ઈસમોને કોર્ડન કરીને પૂછપરછ.
ક્રાઈમ બ્રાન્ચે તપાસ બાદ મકરપુરા, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલ્યા.
વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેન સ્નેચિંગ ,ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનાઓ આચરના ચાર રીઢા આરોપીઓની ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાણીગેટ અજબડી મિલ ગૌરવ સોસાયટીના નાકે આવી રહેલા ચાર ઈસમોને ત્રણ મોટરસાયકલ શંકાસ્પદ હાલતમાં જણાય આવતા તેમને કોર્ડન કરીને પૂછપરછ કરતા આજવા રોડ એકતાનગરનો અજય મારવાડી, વારસિયા ખારી તલાવડી પાસે રહેતો સચિન સિંગ ટાંક, સનીસિંગ ઉર્ફે ટોન દુધાણી, કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દુધાણીની ઝડતીમાં તેમની પાસેથી લક્ષ્મી માતાની આકૃતિવાળા 15 સિક્કા રોકડા 10,000 મળી આવ્યા હતા.
જ્યારે ત્રણેય મોટર સાયકલોના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા અને આ ચારેય ઈસમો અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ હોય સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સચિન સિંગ અને કરણસિંગ અને સાગરિત અજય દુધાણી સાથે મળીને દંતેશ્વર વિસ્તારમાં વહેલી સવારના સમયે એક મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડવાનો તેમજ પ્રતાપ નગર રેલવે કોલોની ખાતે રાત્રિના સમયે બંધ મકાનમાં ઘર ચોરીનો ગુનો કરેલાની કબુલાત કરી હતી, સાથે આરોપી અજય મારવાડી અને સન્નીસિંગ દુધાણીએ સાગરિત અજય દુધાણી સાથે ભેગા મળી સમા ગામ ખાતે બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો ગુનો આચર્યો હતો
આ ચોરીમાં મળેલ સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને આપેલાની તેમજ આરોપી કરણસિંગ દુધાણીએ સાગરીત અજય દુધાણી સાથે મળીને આ મળેલ મોટરસાયકલ ફતેગંજ બ્રિજ નીચેથી ચોરી કરી લાવ્યા હોવાની અને તેઓ પાસેથી મળેલ મુદ્દા માલ ચોરી કરી મેળવેલો અને વિવિધ ગુનાઓ કરવા માટે આ બાઈકનો ઉપયોગ કરતા હતા.
આ આરોપીઓએ કરેલી કબુલાતમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગેનો અને ચેન સ્નેચિંગનો જ્યારે સમા પોલીસ મથકમાં પણ એક ઘરફોડ ચોરી અને મોટરસાયકલ ચોરીનો ફતેગંજપોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાય આવતા આ રીઢા આરોપીઓની ગેંગને પકડી પાડી તમામ પોલીસ સ્ટેશનને મુદ્દામાલ સાથે સોંપવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.