Gujarat

સાંસ્કૃતિક સંગમ: સાબરમતીના કિનારે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર પતંગોત્સવનો પ્રારંભ

Published

on

યુવા શક્તિનો સંવાદ: સાંજે દિલ્હીમાં ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’માં પીએમ મોદી આપશે હાજરી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દિવસ સાંસ્કૃતિક, રાજદ્વારી અને યુવા ઉર્જાના ત્રિવેણી સંગમ સમાન રહેવાનો છે. પીએમ મોદી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.

https://x.com/BJP4Gujarat/status/2010568864925614099?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2010568864925614099%7Ctwgr%5Ed9d56a7a71791a65cd23e6f6e8726e416e0416f4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F69646d6504f7da5b0275d98e

🪁અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ

દિવસની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે, જ્યાં તેઓ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અહિંસા અને શાંતિનો સંદેશ દોહરાવશે.

ત્યારબાદ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વખતે આ ઉત્સવમાં:

https://x.com/BJP4Gujarat/status/2010568864925614099?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2010568864925614099%7Ctwgr%5Ed9d56a7a71791a65cd23e6f6e8726e416e0416f4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F69646d6504f7da5b0275d98e
  • 50 દેશના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો.
  • ભારતના 13 રાજ્યો અને ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગરસીયાઓ ભાગ લઈ રહ્યા છે.

અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, બપોરે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયાના અવસરે આ બેઠકમાં સંરક્ષણ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રો પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.

👉દિલ્હીમાં યુવા સંવાદ

ગુજરાતના કાર્યક્રમો પૂર્ણ કરી વડાપ્રધાન નવી દિલ્હી જવા રવાના થશે. સાંજે 4:30 વાગ્યે ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026’ માં તેઓ યુવા નેતાઓ સાથે સીધો સંવાદ કરશે.

Trending

Exit mobile version