ઈ-મેઈલ મળતા જ હજારો વિદ્યાર્થીઓ સાથે કેમ્પસ ખાલી કરાવાયું.
કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરવા મજબૂર, કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું.
BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા કેમ્પસમાં સર્ચ ઓપરેશન શરૂ.
“વડોદરાના વાઘોડિયાથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. વડોદરાની ખ્યાતનામ પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા એક ઈ-મેઈલના કારણે યુનિવર્સિટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે.”
“ઘટનાની જાણ થતા જ સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે. એક તરફ બોમ્બનો ફફડાટ અને બીજી તરફ આકાશમાંથી વરસી રહેલી કાળઝાળ ગરમી, આ બંને વચ્ચે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ક્લાસરૂમ અને હોસ્ટેલ ખાલી કરી વિદ્યાર્થીઓ અત્યારે યુનિવર્સિટીની બહાર રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યાં ભય અને ગભરાટનો માહોલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.”
“સ્થિતિની ગંભીરતા જોતા DYSP અને PI સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાયો છે. BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા યુનિવર્સિટીના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. સાથોસાથ, SOGની ટીમ ઈ-મેઈલના આઈપી એડ્રેસ દ્વારા ધમકી આપનાર શખ્સ સુધી પહોંચવા ટેકનિકલ તપાસ ચલાવી રહી છે.”
👉”જો કે, અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, જે મોટી રાહતના સમાચાર છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. ગરમીના પ્રકોપ વચ્ચે રસ્તા પર ઉભેલા વિદ્યાર્થીઓ જલ્દી સુરક્ષિત રીતે કેમ્પસમાં પરત ફરે તેવી આશા સેવાઈ રહી છે.”