દાહોદ જિલ્લામાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં કાયદાના રક્ષકો જ કાયદાના ધજાગરા ઉડાવતા પકડાયા છે. દાહોદના ચાકલીયા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓ રાજસ્થાનથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. LCBની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
📍ઘટનાની વિગતવાર માહિતી
- ક્યાંની છે ઘટના?: દાહોદ જિલ્લાનું ચાકલીયા પોલીસ મથક.
- કોણ છે આરોપી?: ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ.
- શું છે મામલો?: આ ત્રણેય પોલીસકર્મીઓ ખાનગી કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં ઘુસાડી રહ્યા હતા.
🚔LCBનો ફિલ્મી ઢબે પીછો
બાતમીના આધારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વોચ ગોઠવી હતી. પોલીસકર્મીઓની કાર પસાર થતા જ LCBએ તેમનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે આરોપી પોલીસકર્મીઓએ કાર ભગાવી હતી, જેમાં એક કારનો અકસ્માત થયો હતો, જ્યારે બીજી કારનો ચાલક પોલીસકર્મી કાર લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
📝મુદ્દામાલની વિગત
પોલીસે સ્થળ પરથી દારૂ અને વાહન સહિત કુલ ₹5,66,646 (પાંચ લાખ છાસઠ હજાર છસો છેતાલીસ) નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
“જેમના ખભા પર દારૂબંધીના અમલની જવાબદારી છે, તેઓ જ જ્યારે બુટલેગર બનીને દારૂની ખેપ મારે ત્યારે ખાખી વર્દી સામે અનેક સવાલો ઉભા થાય છે.”
👉તંત્રની કાર્યવાહી:
હાલમાં ફરાર પોલીસ કર્મચારીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલા કર્મચારીઓ વિરુદ્ધ કડક ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.