Connect with us

Gujarat

ગુજરાત ભાજપને જ્યારે નવા સુકાની જગદીશ વિશ્વકર્મા મળ્યા,મંત્રીમંડળ માં મોટા ફેરફાર થાય તેવુ સંભવિત

Published

on

આજે મળેલ નવા સુકાનીની સાથે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓને વેગ મળ્યો છે. જલ્દી જ કેબિનેટમાં પણ મોટા બદલાવ આવે તેવું લાગી રહ્યું છે.

  • પ્રમુખ પદ માટે શ્રીફળ અને સાકર મુખ્યમંત્રી દ્વારા વિશ્વકર્માને અપાયું, નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
  • આમતો,ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની પ્રબળ શક્યતા,સૂત્રોનું કહેવું છે કે હાલ નાં માત્ર ૩ થી ૪ મંત્રીઓ જ રિપીટ થઈ શકે
  • મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે. આમાંથી લગભગ 11-12 મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ..

ભાજપ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું છે. દિગ્ગજ નેતાઓની હાજરીમાં સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માએ સંભાળી ગુજરાત ભાજપની કમાન સંભાળી છે. ત્યારે અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી.

આજે જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર અર્પિત કરાયા હતા. પ્રમુખ પદ માટે શ્રીફળ અને સાકર મુખ્યમંત્રી દ્વારા વિશ્વકર્માને અપાયું હતું. તો સી આર પાટીલે ભાજપનો ધ્વજ નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માને અર્પણ કર્યો. સી આર પાટીલે એમની જગ્યા પર જગદીશ વિશ્વકર્માને બેસાડીને નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.

આમ જોતા તો ઘણા સમયથી રાજ્યમાં એક જ ચર્ચા ચાલતી હતી કે ગુજરાત ભાજપના અધ્યક્ષ કોણ બનશે? આ ચર્ચા અને આતુરતાનો અંત આવ્યો છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે. ત્યારે નવા સુકાનીની સાથે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓને વેગ મળ્યો છે. જલ્દી જ કેબિનેટમાં પણ મોટા બદલાવ આવે તેવું લાગી રહ્યું છે.

જ્યારે નવરાત્રી સમાપ્તીના ઓક્ટોબર મહિનામાં ભાજપમાં નવાજૂની થઈ રહી છે. પહેલા અઠવાડિયામાં જ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા છે. ત્યારે મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની પ્રબળ શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે હાલ નાં માત્ર ૩ થી ૪ મંત્રીઓ જ રિપીટ થઈ શકે છે, જ્યારે મોટાભાગના મંત્રીઓને પડતા મુકાય તેવી અટકળોને હાલ વેગ મળ્યો છે. 

જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા છે. વિશ્વકર્માનો સંગઠનમાં પ્રવેશ થતાં મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતા વધી ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે. આમાંથી લગભગ 11-12 મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે.

આ વચ્ચે આજે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નવા પ્રદેશ પ્રમુખની વરણી પછી નવા સંગઠન માળખું ઝડપથી રચના કરાશે. આ ભાજપ પક્ષ છે એક સામાન્ય કાર્યકર પણ પ્રદેશ પ્રમુખ જ નહીં, રાષ્ટ્રીય પ્રમુખ પણ બની શકે છે. જેમાં અનેક મંત્રીઓને દૂર કરાશે. શક્યતા છે કે, 17 માંથી લગભગ 11 કે 12 મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવશે! ભાજપ ગુજરાતમાં મોટી સર્જરી કરી શકે છે, જેમાં નવા મંત્રીઓ માટે આ નામોની ચર્ચા થઈ રહી છે.

રાજ્યમાં દિવાળી પહેલા મોટા રાજકીય ફેરબદલની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાતો બાદ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ચાર મંત્રીઓ સિવાય સરકારમાં રહેલા અન્ય તમામ મંત્રીઓને બદલી શકાય છે. આ અટકળો એવા સમયે જોર પકડી રહી છે જ્યારે રાજ્યભરના મુખ્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાત સરકાર પાસે કુલ ૧૭ સભ્યોની ટીમ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે ૧૦-૧૨ મંત્રીઓને દૂર કરવામાં આવશે. આ પાછળનું કારણ એ છે કે આ મંત્રીઓ તેમના પર મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા છે. ૨૦૨૨માં ભૂપેન્દ્ર પટેલના બીજા કાર્યકાળ પછી સરકારમાં કોઈ ફેરફાર થયો નથી..

Continue Reading
Vadodara11 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara3 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara4 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara4 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara5 days ago

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.05 લાખની મતાની ચોરી

Vadodara6 days ago

વડોદરાના વડલા ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર અરેરાટી: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending