આજે મળેલ નવા સુકાનીની સાથે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓને વેગ મળ્યો છે. જલ્દી જ કેબિનેટમાં પણ મોટા બદલાવ આવે તેવું લાગી રહ્યું છે.
- પ્રમુખ પદ માટે શ્રીફળ અને સાકર મુખ્યમંત્રી દ્વારા વિશ્વકર્માને અપાયું, નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
- આમતો,ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની પ્રબળ શક્યતા,સૂત્રોનું કહેવું છે કે હાલ નાં માત્ર ૩ થી ૪ મંત્રીઓ જ રિપીટ થઈ શકે
- મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે. આમાંથી લગભગ 11-12 મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ..
ભાજપ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું છે. દિગ્ગજ નેતાઓની હાજરીમાં સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માએ સંભાળી ગુજરાત ભાજપની કમાન સંભાળી છે. ત્યારે અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી.
આજે જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર અર્પિત કરાયા હતા. પ્રમુખ પદ માટે શ્રીફળ અને સાકર મુખ્યમંત્રી દ્વારા વિશ્વકર્માને અપાયું હતું. તો સી આર પાટીલે ભાજપનો ધ્વજ નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માને અર્પણ કર્યો. સી આર પાટીલે એમની જગ્યા પર જગદીશ વિશ્વકર્માને બેસાડીને નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
આમ જોતા તો ઘણા સમયથી રાજ્યમાં એક જ ચર્ચા ચાલતી હતી કે ગુજરાત ભાજપના અધ્યક્ષ કોણ બનશે? આ ચર્ચા અને આતુરતાનો અંત આવ્યો છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે. ત્યારે નવા સુકાનીની સાથે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓને વેગ મળ્યો છે. જલ્દી જ કેબિનેટમાં પણ મોટા બદલાવ આવે તેવું લાગી રહ્યું છે.
જ્યારે નવરાત્રી સમાપ્તીના ઓક્ટોબર મહિનામાં ભાજપમાં નવાજૂની થઈ રહી છે. પહેલા અઠવાડિયામાં જ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા છે. ત્યારે મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની પ્રબળ શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે હાલ નાં માત્ર ૩ થી ૪ મંત્રીઓ જ રિપીટ થઈ શકે છે, જ્યારે મોટાભાગના મંત્રીઓને પડતા મુકાય તેવી અટકળોને હાલ વેગ મળ્યો છે.
જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા છે. વિશ્વકર્માનો સંગઠનમાં પ્રવેશ થતાં મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતા વધી ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે. આમાંથી લગભગ 11-12 મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે.
આ વચ્ચે આજે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નવા પ્રદેશ પ્રમુખની વરણી પછી નવા સંગઠન માળખું ઝડપથી રચના કરાશે. આ ભાજપ પક્ષ છે એક સામાન્ય કાર્યકર પણ પ્રદેશ પ્રમુખ જ નહીં, રાષ્ટ્રીય પ્રમુખ પણ બની શકે છે. જેમાં અનેક મંત્રીઓને દૂર કરાશે. શક્યતા છે કે, 17 માંથી લગભગ 11 કે 12 મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવશે! ભાજપ ગુજરાતમાં મોટી સર્જરી કરી શકે છે, જેમાં નવા મંત્રીઓ માટે આ નામોની ચર્ચા થઈ રહી છે.
રાજ્યમાં દિવાળી પહેલા મોટા રાજકીય ફેરબદલની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાતો બાદ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ચાર મંત્રીઓ સિવાય સરકારમાં રહેલા અન્ય તમામ મંત્રીઓને બદલી શકાય છે. આ અટકળો એવા સમયે જોર પકડી રહી છે જ્યારે રાજ્યભરના મુખ્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાત સરકાર પાસે કુલ ૧૭ સભ્યોની ટીમ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે ૧૦-૧૨ મંત્રીઓને દૂર કરવામાં આવશે. આ પાછળનું કારણ એ છે કે આ મંત્રીઓ તેમના પર મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા છે. ૨૦૨૨માં ભૂપેન્દ્ર પટેલના બીજા કાર્યકાળ પછી સરકારમાં કોઈ ફેરફાર થયો નથી..