Gujarat

ગુજરાતનો દરિયાકિનારો: ડ્રગ્સ માફિયાઓ માટે ‘ગેટવે ઓફ ઇન્ડિયા’?1,30,000 Kg ડ્રગ્સ: યુવાધન ખતરામાં!

Published

on

ગુજરાતના શાંત દરિયાકાંઠે હવે ડ્રગ્સ માફિયાઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે. છેલ્લા 6 વર્ષના આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જે જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. ગુજરાત હવે ડ્રગ્સ લેન્ડિંગ માટે માફિયાઓનું હબ બની રહ્યું છે.

📍 ડ્રગ્સના વિષચક્રમાં ગુજરાત

1. આંકડાની નજરે ગુજરાતમાં ડ્રગ્સ:

વર્ષ 2020થી 2025 સુધીમાં ગુજરાતમાંથી કુલ 1.30 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે:

  • ગાંજો: 71,487 કિલો
  • અફીણ: 56,477 કિલો
  • સિન્થેટિક ડ્રગ્સ (MDMA, MD): 2,047 કિલો
  • કોકેઇન: 204 કિલો

2. દરિયાઈ સીમાનો દુરુપયોગ:

ગુજરાતના જાણીતા બંદરો જેવા કે કંડલા, મુન્દ્રા, પીપાવાવ અને પોરબંદર હવે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓના હોટ ફેવરિટ સેન્ટર બન્યા છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી વાયા કરાચી થઈને હાઈ-ક્વોલિટી ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે મોકલવામાં આવે છે. અહીંથી આ ડ્રગ્સ દેશના અન્ય ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે.

3. ડ્રગ્સની મોડસ ઓપરેન્ડી:

જાણકારોના મતે, આ માફિયાઓ દરિયામાં અધવચ્ચે જ ડ્રગ્સની ડિલિવરી કરે છે અને ત્યારબાદ તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનનું ‘સુગર કોકેન’ અને ચરસ ગુજરાતના રસ્તે થઈને અન્ય દેશોમાં પણ સ્મગલ થાય છે.

🧐યુવાધન પર ખતરો અને સરકારની એક્શન

🫵સામાજિક પાસું:

ચિંતાની વાત એ છે કે ગુજરાતના યુવાનોમાં દેખાદેખી અને ઘર-પરિવારથી દૂર રહેવાને કારણે દારૂ અને નશાનું દૂષણ વધ્યું છે. આ સામાજિક પરિસ્થિતિનો ફાયદો ડ્રગ્સ માફિયાઓ ઉઠાવી રહ્યા છે.

👉સરકારનું પગલું:

નાર્કોટિક્સ પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકાર પણ સજ્જ થઈ છે. વર્ષ 2025-26 માટે ગુજરાતને 4.26 કરોડ રૂપિયાની આર્થિક સહાય ફાળવવામાં આવી છે, જેથી તપાસ એજન્સીઓ વધુ મજબૂત બની શકે.

ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બની રહ્યો છે. શું આ આર્થિક સહાય અને કડક દેખરેખ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરી શકશે? તે જોવાનું રહેશે.

Trending

Exit mobile version