વડોદરા:શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એસ.ટી. ડેપો પર ગત ૨૮ ડિસેમ્બરના રોજ ભીડનો લાભ લઈ મહિલા પેસેન્જરના લાખોના ઘરેણા ચોરી કરનાર રીઢા ગુનેગારને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.
📍ઘટનાની વિગત
ગત તારીખ ૨૮/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના સમયે વડોદરા સેન્ટ્રલ ડેપોના પ્લેટફોર્મ નંબર ૧૦ થી ખંભાત જતી બસમાં ચઢતી વખતે એક મહિલાના પર્સમાંથી અજાણ્યા તસ્કરોએ આશરે સાડા પંદર તોલા સોનાના ઘરેણા ભરેલું લાલ કલરનું પાકીટ ચોરી લીધું હતું. આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો.
🎥સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી મળ્યા પુરાવા
ક્રાઈમ બ્રાન્ચ અને સયાજીગંજ પોલીસની ટીમોએ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં એક હ્યુન્ડાઈ વેન્યુ (Hyundai Venue) કાર શંકાસ્પદ જણાઈ આવી હતી. તપાસના છેડા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અવિનાશ શેશેરાવ કાળે સુધી પહોંચ્યા હતા. પોલીસની ટીમે મહારાષ્ટ્ર જઈ અવિનાશની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા તેણે પોતાની પત્ની અને ભાભી સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
🪙ચોરીના ઘરેણા ઓગાળીને લગડી બનાવી દીધી
પકડાયેલા આરોપીએ જણાવ્યું કે, ચોરી કરેલા જુના ઘરેણામાંથી તેની પત્ની વૈશાલીને નવા ઘરેણા પહેરવા હોવાથી તેમણે મહારાષ્ટ્રમાં એક સોની પાસે આ ઘરેણા ઓગાળી નાખ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન ૯૫ ગ્રામ વજનની સોનાની લગડી (કિંમત આશરે ₹૧૪,૭૨,૫૦૦/-) કબજે કરી છે.
🧐આરોપીઓની પ્રોફાઇલ
- ઝડપાયેલ આરોપી: અવિનાશ શેશેરાવ કાળે (રહે. બીડ, મહારાષ્ટ્ર) – તેની સામે અગાઉ લૂંટ અને ચોરીના ૫ જેટલા ગુના નોંધાયેલા છે.
- વોન્ટેડ આરોપીઓ: 1. વૈશાલીબેન અવિનાશ કાળે (પત્ની) 2. તારામતી અશોક કાળે (ભાભી)
🚨વડોદરા પોલીસે આરોપીને હસ્તગત કરી વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.