Vadodara

વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા

Published

on

  • બંધ મકાનમાં જુગાર પકડાયો: સંગમ સ્વાદ ક્વાર્ટરના મકાન નં. 112 માં ચાલતા જુગારના અડ્ડા પર LCB ઝોન-4 ની સફળ રેડ.
  • 9 ઇસમોની ધરપકડ: જુગાર રમતા 7 મહિલાઓ અને ૨ પુરુષોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા.
  • રૂ. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત: રોકડા રૂ. 40,930 અને 8 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,23,93પી નો મુદ્દામાલ કબજે કરાયો.
  • વારસિયા પોલીસ મથકે ગુનો: તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 4, 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ.

વડોદરા શહેરમાં આગામી દિવાળીના તહેવારોના અનુસંધાને પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તોનાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે, નાયબ પોલીસ કમિશનર ઝોન-4 ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-4 ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સંગમ સ્વાદ ક્વાર્ટર્સ ખાતે આવેલા મકાન નંબર 112 માં રેડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વાદ ક્વાર્ટર્સના મકાન નંબર 112 માં વીણાબેન ઉર્ફે ટીના હિતેશભાઈ પંચાલ બહારથી મહિલાઓ અને પુરુષોને બોલાવીને પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમાડી રહી હતી. પોલીસે બાતમીવાળા બંધ મકાનમાં દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમી રહેલા કુલ ૯ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (1) વીણાબેન ઉર્ફે ટીના હિતેશભાઈ પંચાલ (રહે. સ્વાદ ક્વાર્ટર, વડોદરા), (2) હીનાબેન પ્રકાશભાઈ કિશોરાણી (રહે. ખોડીયાર નગર, વડોદરા), (3) ભગવતીબેન હસમુખભાઈ પરમાર (રહે. બકરાવાડી, વડોદરા), (4) સોનાબેન કિશનભાઈ ગોસ્વામી (રહે. સ્વાદ ક્વાર્ટર, વડોદરા), (5) દીપિકાબેન વિપુલભાઈ પરમાર (રહે. સ્વાદ ક્વાર્ટર, વડોદરા), (6) સોનલ મનોજભાઈ શિવાડ (રહે. કિશનવાડી, વડોદરા), (7) મનીષાબેન અમનલભાઈ નાનકાણી (રહે. ખોડીયાર નગર, વડોદરા), (8) અજયભાઈ ચંદુભાઈ પરમાર (રહે. સંગમ સ્વાદ ક્વાર્ટર, વડોદરા) અને (9) બલદેવભાઈ ગોવિંદભાઈ જાદવ (રહે. મકરપુરા, વડોદરા, મૂળ રહે. ભરૂચ) નો સમાવેશ થાય છે.

પોલીસે આ રેડ દરમિયાન અંગ ઝડતી અને જમીન દાવ પરના રોકડા રૂ. 40,930, અલગ-અલગ કંપનીના 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. 83,000) તેમજ પત્તા-પાના મળી કુલ રૂ. 1,23,930/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગણનાપાત્ર ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version