Connect with us

Gujarat

પ્રચંડ બહુમતી આપનાર પ્રજાનો આક્રોષ: પહેલા રસ્તા સારા કરો,પછી હેલ્મેટની વાત કરો!

Published

on

ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં.

  • રાજકોટ અને સુરત ના ભાજપના જ ધારાસભ્ય અને ગૃહમંત્રીને રજૂઆત કરી.
  • વડોદરા અને રાજકોટમાં હેલ્મેટના કાયદાનો લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો.
  • જયારે વડોદરાના એક પણ ધારાસભ્યો નાગરિકોના તરફેણમાં સરકારમાં રજૂઆત કરવાની શક્તિ ધરાવતા નથી!

ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં. લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે, હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે.

વડોદરા અને રાજકોટમાં હેલ્મેટના કાયદાનો લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા માટે અવનવા બહાના જણાવ્યા હતાં. જ્યારે કેટલાક લોકોએ સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, પહેલા ખાડા પૂરો પછી હેલ્મેટનો કાયદો લાવો. શહેરમાં હેલ્મેટ પહેરવું યોગ્ય નથી. હેલ્મેટ પહેર્યા બાદ આસપાસ દેખાય નહીં તો અકસ્માત થાય. ખાડાને કારણે કમર અને વાહનો તૂટી રહ્યાં છે. પહેલા ખરાબ રોડ બનાવનાર અધિકારીઓને દંડ કરો પછી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડ કરજો.

મહત્વનું છે કે, સુરત અને રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં ભાજપના આગેવાનો જ ગૃહ મંત્રીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવા માટે દંડ ન કરવામાં આવે તેવી ભાજપના ધારાસભ્યોએ જ રજૂઆત કરી હતી. જયારે વડોદરાના એક પણ ધારાસભ્યો નાગરિકોના તરફેણમાં સરકારમાં રજૂઆત કરવાની શક્તિ ધરાવતા નથી!, મહત્તમ લીડ સાથે જીતેલા શહેરના ધારાસભ્યો અને પોતાને વગદાર ગણતા જીલ્લાના ધારાસભ્યો હેલ્મેટની ફરજીયાત મુહિમમાં પ્રજા માટે રજૂઆત નહિ કરી શકે ? શું પ્રચંડ બહુમતીમાં પ્રજાના પ્રશ્નોને કોઈ સ્થાન મળતું નથી ?

રાજ્યમાં આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડવાનું શરૂ કર્યું હતું. ત્યારે રાજકોટમાં લોકોએ વિરોધ કર્યો હતો. ખુદ ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. લોકોની નારાજગી બાદ સરકાર એક્શનમાં આવી હતી અને હેલ્મેટનો દંડ નહીં લેવા અને લોકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી.

Continue Reading
Vadodara8 hours ago

વડોદરામાં સત્તાનો નશો? ‘જન કલ્યાણ શિબિર’માં વૃદ્ધની રજૂઆત પર ધારાસભ્યનો ઉદ્ધત જવાબ: “તમારો લુકઆઉટ નથી!”

Vadodara13 hours ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara13 hours ago

મકરપુરામાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો: ત્રણ યુવાનોએ કેમ પસંદ કર્યો મોતનો માર્ગ? પોલીસ તપાસમાં મોટા ખુલાસાની આશંકા

Vadodara14 hours ago

વડોદરામાં વાહનચોરોનો તરખાટ! ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો રીઢો ગુનેગાર: 9 મોટર સાયકલની ચોરીનો પર્દાફાશ

Vadodara15 hours ago

VMC નું ‘તઘલખી’ શાસન! કચરાના કન્ટેનર હટાવતા નાગરિકો માટે ‘કચરો ક્યાં ફેંકવા મજબૂર, એડવોકેટ શૈલેષ અમીનનો કમિશનરને પત્ર

Vadodara16 hours ago

વડોદરામાં પાણી માટે ‘અનોખું આંદોલન’: પાલિકાની કચેરીને જ ‘બાથરૂમ’ બનાવવાની સ્થાનિકોની ચીમકી!

Vadodara23 hours ago

કારેલીબાગમાં મહિલા પેસેન્જર બની લૂંટારી: ‘છુટા પૈસા નથી’ કહી રિક્ષાચાલકનો અછોડો તોડી બાઇક પર થઈ ગાયબ

International1 day ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધનું વાતાવરણ: ઈરાન પર અમેરિકાના મોટા હુમલાની તૈયારી, ટ્રમ્પની આકરા તેવર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara13 hours ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara6 days ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 month ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Trending