ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં.
રાજકોટ અને સુરત ના ભાજપના જ ધારાસભ્ય અને ગૃહમંત્રીને રજૂઆત કરી.
વડોદરા અને રાજકોટમાં હેલ્મેટના કાયદાનો લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો.
જયારે વડોદરાના એક પણ ધારાસભ્યો નાગરિકોના તરફેણમાં સરકારમાં રજૂઆત કરવાની શક્તિ ધરાવતા નથી!
ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં. લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે, હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે.
વડોદરા અને રાજકોટમાં હેલ્મેટના કાયદાનો લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા માટે અવનવા બહાના જણાવ્યા હતાં. જ્યારે કેટલાક લોકોએ સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, પહેલા ખાડા પૂરો પછી હેલ્મેટનો કાયદો લાવો. શહેરમાં હેલ્મેટ પહેરવું યોગ્ય નથી. હેલ્મેટ પહેર્યા બાદ આસપાસ દેખાય નહીં તો અકસ્માત થાય. ખાડાને કારણે કમર અને વાહનો તૂટી રહ્યાં છે. પહેલા ખરાબ રોડ બનાવનાર અધિકારીઓને દંડ કરો પછી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડ કરજો.
Advertisement
મહત્વનું છે કે, સુરત અને રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં ભાજપના આગેવાનો જ ગૃહ મંત્રીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવા માટે દંડ ન કરવામાં આવે તેવી ભાજપના ધારાસભ્યોએ જ રજૂઆત કરી હતી. જયારે વડોદરાના એક પણ ધારાસભ્યો નાગરિકોના તરફેણમાં સરકારમાં રજૂઆત કરવાની શક્તિ ધરાવતા નથી!, મહત્તમ લીડ સાથે જીતેલા શહેરના ધારાસભ્યો અને પોતાને વગદાર ગણતા જીલ્લાના ધારાસભ્યો હેલ્મેટની ફરજીયાત મુહિમમાં પ્રજા માટે રજૂઆત નહિ કરી શકે ? શું પ્રચંડ બહુમતીમાં પ્રજાના પ્રશ્નોને કોઈ સ્થાન મળતું નથી ?
રાજ્યમાં આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડવાનું શરૂ કર્યું હતું. ત્યારે રાજકોટમાં લોકોએ વિરોધ કર્યો હતો. ખુદ ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. લોકોની નારાજગી બાદ સરકાર એક્શનમાં આવી હતી અને હેલ્મેટનો દંડ નહીં લેવા અને લોકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી.