Connect with us

Gujarat

મહીસાગરના પાણી હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસતા પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી

Published

on

ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે  ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સમગ્ર મામલે પ્લાન્ટ સંચાલકોની બેદરકારીનો આરોપ લાગ્યા છે.

  • કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી
  • દુર્ઘટના સમયે લગભગ 15 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા
  • મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો પ્લાન્ટ છે.

કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં આજે ગુરુવારે (4 સપ્ટેમ્બર) પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ગરકાવ થયા છે.

પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી મનીષભાઈ માછીએ કહ્યું હતું કે, બપોરે 2 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. તે સમયે મશીન રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કર્મચારીઓએ પાણીનું લેવલ પૂછ્યું હોવા છતાં ફરજ પરના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી.

મનીષભાઈના આક્ષેપ મુજબ, ઘનશ્યામ પટેલ અને દિનેશ દવે સહિતના અધિકારીઓ ઘટના બાદ ભાગી ગયા હતા. દુર્ઘટના સમયે લગભગ 15 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી પાંચ ડૂબી ગયા અને અન્ય તરતા આવડતું હોવાથી બચી ગયા. કેટલાકને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે.

મનીષભાઈએ વધુમાં કહ્યું હતું કે આ હાઈડ્રો પાવર પ્લાન્ટ ‘અજંતા પાવર પ્રોજેક્ટ’ના નામે ચાલી રહ્યો છે, જે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું, જે કંપનીની બેદરકારી સૂચવે છે.

જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સફીન હસન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. SPએ જણાવ્યું કે, દોલતપુરા ગામમાં આવેલા અજંતાના પાવર પ્લાન્ટમાં બપોરે 3:50 કલાકે આ ઘટના બની હતી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.

ડૂબી ગયેલા કર્મચારીઓને શોધવા માટે અત્યાધુનિક ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 10 કિલોનું આ વાહન 200 મીટર સુધી ઊંડાણમાં જઈ શકે છે અને 100 કિલો સુધીની વસ્તુઓ બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. આ ડીપ ટ્રેકર 4K કેમેરા, નાઈટ ઓપરેશન માટે શક્તિશાળી લાઈટ અને મલ્ટીબીમ SONAR ટેકનોલોજીથી સજ્જ છે, જે ડહોળા પાણીમાં પણ સ્પષ્ટપણે ઓપરેશન પાર પાડી શકે છે. અગાઉ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ આ વ્હીકલે વાહનો અને પુરાવા શોધવામાં મદદ કરી હતી.

ગુમ કર્મચારીઓના નામ

શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)

શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)

ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)

અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)

વાયરમેન નરેશભાઈ (રહે. ગોધરા)

ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણામાંથી આજે (4 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યે 3 લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  

Vadodara56 minutes ago

ચેતજો! ટ્રેડિંગમાં 29 લાખનો નફો જોઈ વડોદરાના યુવાને 20 લાખ ગુમાવ્યા, ‘Hi’ મેસેજથી થઈ હતી ઠગાઈની શરૂઆત.

Vadodara3 hours ago

ઓપરેશન પરાક્રમ: વડોદરા LCBએ T-20 વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા મહેસાણા-ગોધરાના શખ્સોને દબોચ્યા.

Gujarat4 hours ago

ગુજરાત AAPમાં મોટું ભંગાણ: દિગ્ગજ ખેડૂત નેતા રાજુ કરપડાનો પક્ષને ‘રામ-રામ’

Madhya Gujarat4 hours ago

અમદાવાદના સુખરામનગરમાં ક્વાર્ટર્સની ગેલેરી તૂટી, 15થી 20 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ.

Vadodara7 hours ago

સનફાર્મા રોડ પર ગુંડાગીરી:રૂપિયાની લેતી-દેતીમાં ફર્નિચરના વેપારી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

Vadodara22 hours ago

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: વિદેશી સ્ટેરોઇડ્સ અને હોર્મોન ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો.

Gujarat22 hours ago

અમદાવાદ: ઈસનપુરના ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરી ભડકે બળી, દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા.

Tech Fact23 hours ago

શું છે Fake BTS ટેકનિક? સાયબર માફિયાઓ કેવી રીતે બદલી રહ્યા છે તમારા ફોનનું નેટવર્ક?

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat4 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending