Connect with us

Vadodara

“Zero tolerance” ની વાતો વચ્ચે જીલ્લા પંચાયતમાં તપાસ-તપાસની ખેલરમત!

Published

on

  • તાજેતરમાં મુખ્યમંત્રીએ સરપંચોની સભામાં Zero tolerance નું વચન આપ્યું હતું.
  • કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાત વચ્ચે પંચાયત વિભાગના 19 કર્મચારીઓ સામે ખાતાકીય તાપસ ઓન ગોઇંગ!
  • પંચાયતના અન્ય વિભાગોમાં પણ 2 વર્ષથી ચાલતી ખાતાકીય તપાસો ઠેરની ઠેર

તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરપંચોના અભિવાદન અને પ્રશિક્ષણ માટે ગાંધીનગર ખાતે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝીરો ટોલરન્સની વાત કહી હતી. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ઝીરો ટોલરન્સની વાત વચ્ચે જીલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ પર ચાલી રહેલી ખાતાકીય તપાસનો કોઈ અંત નથી.

વડોદરા જિલ્લા પંચાયતમાં કુલ ચાર વિભાગોમાં કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ને કોઈ કારણોસર ખાતાકીય તપાસ ચાલી રહી છે. જેમાંથી કેટલીક તપાસ તો 2 વર્ષથી ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત તો એ છે કે, જે ગ્રામપંચાયતના સરપંચોને ઝીરો ટોલરન્સની શિખામણ મળી હતી તેઓને સ્પર્શતી પંચાયત શાખામાં 19 જેટલા કર્મચારીઓ પર ખાતાકીય તપાસ ચાલી રહી છે. વિભાગના અધિકારી અને અન્ય ઉચ્ચ હોદ્દાઓ પર બેસેલા અધિકારીઓને મળતી ફરિયાદોના આધારે ખાતાકીય તપાસ સોંપવામાં આવે છે. જોકે તેને પૂર્ણ કરવાની કોઇ સમય મર્યાદા નથી. આ તપાસના લિસ્ટમાં કેટલાક તલાટી કમ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

પંચાયત શાખાના 19 સિવાય મહેકમ શાખાના 3, આરોગ્ય શાખાના 3 અને હિસાબી શાખાના 3 કર્મચારીઓ પર ખાતાકીય તપાસ ચાલતી હોવાના આંકડા મળ્યા છે. બાકીના શિક્ષણ અને icds જેવા વિભાગોના આંકડા તો વધુ ચોંકાવનારા હોઈ શકે છે.

મહત્વનું છે કે, સરપંચો પાસે પ્રામાણિકતાની અપેક્ષા માટે તેઓને વહીવટી શિક્ષણ આપતા તલાટીની પ્રામાણિકતા વધુ જરૂરી છે. સરપંચો ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના ગામનો વિકાસ કરવા ઈચ્છે તો પણ સિસ્ટમમાં રહી ગયેલી ઉધઈઓ તેઓની ફાઈલો કટકી વિના મંજુર કરતી નથી! આવા કિસ્સામાં સરકારી કચેરીઓમાં જેઓ સામે સામાન્ય પણ ગેરવહીવટના આક્ષેપ હોય તો તેની તુરંત તપાસ થઈને જરૂરી સજા થવી જોઈએ. તારીખ પર તારીખ પાડવાથી ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓને વધુ મોકળું મેદાન મળી જશે!

Vadodara5 hours ago

વડોદરા હાઈવે પર કુદરતી આફત અને અકસ્માતનો ત્રિવેણી સંગમ: ધન્યાવી ચોકડી પાસે ટ્રક પલટીને ઈકો કાર પર ખાબકી

Vadodara10 hours ago

વડોદરા: “અમારા છોકરાઓની ફી કોણ ભરશે?” – પગાર ન થતા ફાયરના 100 કર્મચારીઓ હડતાલ પર

Savli10 hours ago

“પગાર વધારો અને નવા મોબાઈલ આપો”: સાવલીમાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ.

Vadodara10 hours ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Dabhoi12 hours ago

ડભોઇ: વિદેશી દારૂનો જથ્થો લઈ જતી ઇકો કારને પોલીસે દબોચી, 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara12 hours ago

“કેમ આટલો ઘમંડ રાખો છો?” મેસેજ કરી શિક્ષિકાને ધમકી આપનાર તરસાલીનો શખ્સ નવાપુરા પોલીસે કરી ધરપકડ

Vadodara13 hours ago

વડોદરા: મકરપુરા GIDCમાં હાઉસકીપિંગ કર્મચારીને બ્રેન હેમરેજ, કંપનીની બેદરકારીનો પરિવારનો ગંભીર આક્ષેપ

Chhotaudaipur13 hours ago

છોટા ઉદેપુર : બોડેલી-કવાંટ રોડના મુદ્દે 20 ગામના લોકો રસ્તા પર, 3 કિમી લાંબો ચક્કાજામ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara10 hours ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 day ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara4 days ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara4 days ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara4 days ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara6 days ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara6 days ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara1 week ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Trending