Connect with us

Vadodara

કાગળ પર વિકાસ, રસ્તા પર ખાડા: દોઢ વર્ષથી બંધ રોડ અને ચોમાસા પૂર્વેની અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ

Published

on

  • જોખમી રસ્તા: ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રસ્તામાં મસમોટા ખાડા, મોટી હોનારતનો ભય.
  • પોકળ દાવા: 20 જૂન સુધી કામ પૂરું કરવાની મ્યુનિસિપલ કમિશનરની સૂચના માત્ર કાગળ પર.
  • દોઢ વર્ષથી રસ્તો બંધ: શહેરના મહત્વના માર્ગો લાંબા સમયથી બંધ હોવા છતાં તંત્ર ઉદાસીન.
  • વારંવાર ખોદકામ: અધૂરા કામો અને વારંવારના રિપેરિંગને કારણે શહેરીજનોની હાલાકીમાં વધારો.

વડોદરા: ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામોની પોલ ચોમાસા પહેલા જ ખુલી ગઈ છે. ખાસ કરીને ખોડીયાર નગર ચાર રસ્તા પાસે પહેલા અધડો ખાડો કરી કામ કર્યું પછી હવે જ્યારે ગમે ત્યારે વરસાદ આવી શકે છે એવામાં રસ્તાની વચોવચ મસમોટા નવા ખાડાઓ પાડી કામ ચાલુ જ છે, જે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યા છે.

🧐કાગળ પર કામગીરી, રસ્તા પર ખાડા:

મ્યુનિસિપલ કમિશનર દ્વારા 20 જૂન સુધીમાં તમામ રસ્તાના કામો પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીંનો મુખ્ય રોડ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે, છતાં તેનું કામ પૂરું થવાનું નામ લેતું નથી. જે કામગીરી થઈ છે તે માત્ર કાગળ પર અને ફોટોશૂટ પૂરતી જ મર્યાદિત દેખાઈ રહી છે. આખા વડોદરા શહેરમાં ઠેર-ઠેર ખોદકામ કરી દેવામાં આવતા શહેર હવે ‘ભુવાનગરી’ જેવું બનાવી દેવાયું છે.

🗣️તંત્રની બેદરકારીથી નાગરિકોમાં રોષ:

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વડોદરામાં કોઈ પણ કામ સમયસર પૂરું થતું નથી. પાલિકાની કામ કરવાની પદ્ધતિ પણ વિચિત્ર છે; એકવાર રોડ રિપેર થાય, ત્યારબાદ ફરી કોઈ નવી કામગીરી યાદ આવે એટલે ફરીથી તે જ રોડ ખોદી નાખવામાં આવે છે. આ પ્રકારના વારંવારના ખોદકામ અને કામગીરીમાં વિલંબને કારણે નજીક માં સ્કૂલ પણ છે છતાં તંત્ર લાપરવાહ વ્યાપારીઓ,વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે.

ચોમાસામાં જ્યારે આ ખાડાઓ પાણીથી ભરાઈ જશે, ત્યારે અકસ્માતની શક્યતાઓ અનેકગણી વધી જશે. શું વડોદરા પાલિકાતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો સાથે શહેરના જાગૃત નાગરિકો હવે વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.

Continue Reading
Savli8 minutes ago

સાવલીમાં આગનું તાંડવ: લામડાપુરા નજીક ઔદ્યોગિક કચરામાં લાગેલી આગથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા

Vadodara3 hours ago

કાગળ પર વિકાસ, રસ્તા પર ખાડા: દોઢ વર્ષથી બંધ રોડ અને ચોમાસા પૂર્વેની અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ

Dabhoi4 hours ago

ડભોઇ: વિદેશી દારૂનો 4.42 લાખનો જથ્થો ઝડપાયો, પાયલોટિંગ કરતી ઈકો સાથે બે શખ્સો જેલભેગા

Gujarat1 day ago

બાળ સુરક્ષા સામે સવાલ: ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા બાળકીને ધમકી અને શારીરિક અડપલાંની ગંભીર ઘટના

Vadodara1 day ago

હાઈવે પર ચક્કાજામ: 200થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા, “વૈકલ્પિક રસ્તો આપો, પછી કટ બંધ કરો”ની માંગ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 day ago

નશો જીવલેણ બનતા રહી ગયો: જામ્બુવા બ્રિજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

Vadodara1 day ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 day ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara5 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara1 week ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Trending