Connect with us

Gujarat

દાહોદ ભાજપમાં મહા-ભૂકંપ: દિગ્ગજોના પત્તા કપાયા! 43 નવા ચહેરાઓને લોટરી

Published

on

  • દાહોદ ભાજપમાં ભૂકંપ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈકમાન્ડની ‘સર્જિકલ સ્ટ્રાઈક’; વર્ષોથી સત્તા ભોગવતા નેતાઓ હવે ઘરભેગા.
  • જિલ્લા પંચાયતમાં પરિવર્તન: 50 માંથી 48 બેઠકો જાહેર, 43 બેઠકો પર નવા ચહેરા; પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના દિગ્ગજોની બાદબાકી.
  • પાલિકામાં ‘ક્લીન સ્વીપ’: 36 માંથી 34 વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખી; નીરજ દેસાઈ અને લખન રાજગોર જેવા નેતાઓ લિસ્ટમાંથી આઉટ.
  • સૌથી મોટો અપસેટ: ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયાના પુત્રવધૂ પીનલ ભૂરિયાની ટિકિટ કપાતા રાજકીય ગરમાવો.
  • બળવાની આશંકા: ટિકિટ કપાતા અનેક દિગ્ગજો નારાજ; અપક્ષ કે કોંગ્રેસના શરણે જવાની ગણતરીથી ભાજપમાં ફફડાટ.

દાહોદ: દાહોદ જિલ્લાના રાજકારણમાં આજે ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થતા જ મોટાપાયે ઉથલપાથલ જોવા મળી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ‘નો-રિપીટ’ થિયરીનો એટલો ચુસ્ત અમલ કરવામાં આવ્યો છે કે વર્ષોથી પક્ષમાં વટ ધરાવતા દિગ્ગજો પણ આ વખતે ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

🧐જિલ્લા પંચાયતમાં નવા લોહીનો સંચાર:

જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી 48 બેઠકોના નામ જાહેર કરાયા છે. જેમાં આશ્ચર્યજનક રીતે 43 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને તક આપી યુવા નેતૃત્વ પર દાવ ખેલવામાં આવ્યો છે. પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા, કરણસિંહ ડામોર અને દક્ષાબેન પરમાર જેવા પાયાના નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવતા કાર્યકરોમાં સોપો પડી ગયો છે. સૌથી વધુ ચર્ચા ધારાસભ્ય મહેશ ભૂરિયાના પુત્રવધૂ પીનલ ભૂરિયાની ટિકિટ કપાવાને લઈને થઈ રહી છે.

🗣️નગરપાલિકામાં પણ મસમોટો ફેરફાર:

દાહોદ નગરપાલિકાની વાત કરીએ તો, ભાજપે 36 માંથી 34 વર્તમાન સભ્યોના પત્તા કાપી નાખ્યા છે. માત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લક્ષ્મીબેન ભાટ અને ઇસ્તીયાક સૈયદને જ ફરી તક મળી છે. પૂર્વ પ્રમુખ નીરજ દેસાઈ અને લોકપ્રિય નેતા લખન રાજગોરની બાદબાકી થતા પાલિકાના રાજકારણમાં અજંપો વ્યાપ્યો છે.

👉બચુ ખાબડના પુત્ર પર મીટ:

બીજી તરફ, પીપેરો બેઠક પર હજુ નામ અકબંધ રાખવામાં આવ્યું છે. ચર્ચા છે કે વિવાદોમાં રહેલા પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડને આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

☝️બળવાની શક્યતા અને પડકારો:

ભાજપના આ કડક નિર્ણયને કારણે સ્થાનિક સ્તરે નારાજગીનો સૂર ઉઠ્યો છે. જે નેતાઓના પત્તા કપાયા છે તેઓ હવે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરે અથવા કોંગ્રેસનો હાથ પકડે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો આવું થશે, તો ભાજપ માટે સત્તા જાળવી રાખવી પડકારજનક બની શકે છે.

ભાજપની આ ‘નો-રિપીટ’ નીતિ દાહોદમાં પક્ષને નવી ઊંચાઈ પર લઈ જશે કે પછી ઘરના જ લોકો પક્ષને નુકસાન પહોંચાડશે, તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

Continue Reading
Gujarat5 minutes ago

દાહોદ ભાજપમાં મહા-ભૂકંપ: દિગ્ગજોના પત્તા કપાયા! 43 નવા ચહેરાઓને લોટરી

Vadodara2 hours ago

વડોદરા: બાપોદ પોલીસનો સપાટો; લાખોના દારૂ સાથે ઝડપાયેલ રીઢા બૂટલેગર ‘જગ્ગી’ ને પાસા હેઠળ ભાવનગર જેલ ભેગો કરાયો

Vadodara7 hours ago

મોતનું વ્યાજ! વડોદરામાં વ્યાજખોરોએ મિલકત પચાવી પાડી છતાં ઉઘરાણી ચાલુ રાખી, વેપારીએ ખાધો ફાંસો.

Gujarat8 hours ago

ગુજરાત રાજકારણ : “ખેડૂતોના હિત માટે ભાજપ જરૂરી”: રાજુ કરપડાએ ‘આપ’ સાથે છેડો ફાડી કમલમમાં કર્યા કેસરિયા

Vadodara8 hours ago

“અમને બેરોજગાર ન કરો”: સયાજીબાગના કર્મચારીઓની અધિકારી સામે બાયો ચઢાવી; હાજરી પત્રક મુદ્દે વિવાદ

Vadodara11 hours ago

સ્માર્ટ સિટીમાં આ શું? ડિવાઇડર પર છાણાં થાપતા પશુપાલકો સામે VMC એ ઝીંક્યો દંડ

Vadodara11 hours ago

વડોદરા: એસ.એસ.જી. હોસ્પિટલમાંથી 4 વર્ષ પહેલાં એક્ટિવા ચોરનાર પાદરાનો શખ્સ ઝડપાયો

Vadodara1 day ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara1 day ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara3 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara3 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat3 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara6 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara1 week ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Trending