Connect with us

Vadodara

વડોદરામાં તસ્કરોનો આતંક તમાકુના વેપારીના ગોડાઉનમાંથી રૂ. 17.21 લાખના તમાકુંના બોક્ષની ચોરી કરી તસ્કરો ફરાર પોલીસે તપાસ હાથ ધરી

Published

on

વડોદરામાં ગાત્રો થીજવતી ઠંડીમાં તસ્કરો નું સામ્રાજ્ય પોલીસના નાઈટ પેટ્રોલીંગના તસ્કરો ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ શહેરમાં એક પછી એક ચોરીની વારદાતને અંજામ આપી છે ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ તમાકુંના વેપારીના ગોડાઉનના શટરના નકુચા સાથે તાળું તોડી તસ્કરો ગોડાઉનમાં મુકેલ રૂ. 17.21 લાખ ઉપરાતની કિંમતના મિરાજ તમાકુના 308 નંગ બોક્ષની ચોરીની વારદાતને અંજામ આપી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી સમગ્ર મામલે નવાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.



આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાજમહેલ રોડ પર  આવેલ વ્રજ સિધ્ધિ ટાવર ની પાછળ ઉટખાના ની ગલીમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ગુરૂદ્વારા સામે વેરાઇમાતા ચોકમાં જલારામ ટ્રેડીગ નામ ની કંપની ચલાવતા 38 વર્ષીય જીગ્નેશ ભાઈ રાજૈન્દ્રભાઈ ઠક્કરની કંપનીનું ગોડાઉન નજીકમાં આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટ ની સામે ખંડેરાવ કોલોની દયા માધવ હોસ્પિટલ ની બાજુમા આવેલ છે. જયા તેમનો કંપનીમાં આવેલ માલસામાન મુકવામાં આવે છે



જીગ્નેશ ભાઈ દ્ધારા ગત તા. 8 અને 15 જાન્યુઆરીના રોજ કીરકોકીલ તમાકુ (મિરાજ તમાકુ ના બોક્ષ) નંગ-300 તથા હરિશિવ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા કીરકોકીલ તમાકુ (મિરાજ તમાકુ ના બોક્ષ) નંગ-340  મંગાવેલ જે મંગાવેલ માલ તા. 15 જાન્યુઆરીના રોજ આવતા ગાડી માંથી તમામ બોક્ષ તેમની કંપનીના માણસો મારફતે ગોડાઉનમાં ખાલી કરાવી ગોડાઉનના શટરને લોક મારી કંપનીમાં વાસી ઉતરાયણ પર્વની રજા હોય ઘરે જતા રહેલ હતા



બીજા દિવસે સવારે નિત્યકર્મ મુજબ જીગ્નેશભાઈ કંપની પર આવ્યા હતા અને 11 વાગે ગોડાઉન પર જતા ગોડાઉનના શટર ના નકુચા લોક સાથે તુટેલ જોઈ ચોકી ઉઠ્યા હતા અને શટર ખોલી ગોડાઉનમા જોતા ગોડાઉન માં અગાઉ ના સ્ટોક સાથે કૂલ 667 બોક્ષ માથી મિરાજ તમાકુના રૂ. 17,21,720 લાખની કિંમતના 308 નંગ બોક્ષ ચોરીની ચોરી થઇ હોવાનું જણાઈ આવતા સમગ્ર મામલે જીગ્નેશભાઈએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Continue Reading
Vadodara9 hours ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara10 hours ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra11 hours ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara11 hours ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara12 hours ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara12 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara12 hours ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Savli13 hours ago

મંજુસર ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor2 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending