Connect with us

Vadodara

બરોડા મેડિકલ કોલેજમાં શરમજનક ઘટના: સિનિયર પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓની છેડતીનો ગંભીર આરોપ.

Published

on

વાઈવા (Viva) દરમિયાન પ્રોફેસર અમૂલ ભાવેએ અશ્લીલ વર્તન કર્યું હોવાની 13 વિદ્યાર્થીનીઓની લેખિત ફરિયાદ.

  • “અહીં ક્રીમ લગાવો તો કેવું લાગે?” – પ્રોફેસરની હરકતોથી મેડિકલ કેમ્પસમાં ભારે રોષ.
  • ડીન ઓફિસ બહાર ABVPના ધરણા: ‘ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે’ તેવી ચીમકી.
  • સત્તાધીશો ક્યારે જાગશે? પ્રોફેસર કસૂરવાર છે કે નહીં તે તો તપાસમાં ખબર પડશે, પણ આ ઘટનાએ શિક્ષણ જગતને લાંછન લગાડ્યું છે.

વિદ્યાના ધામ ગણાતી વડોદરાની બરોડા મેડિકલ કોલેજ અત્યારે એક ગંભીર વિવાદના ઘેરામાં છે. ફાર્માકોલોજી વિભાગના સિનિયર પ્રોફેસર અને વાઈસ ડીન ડો. અમૂલ ભાવે સામે બીજા વર્ષની ૧૩ જેટલી વિદ્યાર્થીનીઓએ જાતીય સતામણીના સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. આ મામલે આજે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા મેડિકલ કોલેજ ખાતે ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, બીજા વર્ષના પ્રેક્ટિકલ વાઈવા ચાલી રહ્યા હતા ત્યારે ડો. અમૂલ ભાવેએ વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થીનીઓનો હાથ પકડી પોતાના શરીર પર આંગળીઓ ઘસાવી હતી અને “અહીં ક્રીમ લગાવો તો કેવું લાગે?” જેવા અશ્લીલ સવાલો કર્યા હતા. એક વિદ્યાર્થીનીએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે આખા વાઈવા દરમિયાન પ્રોફેસરે તેનો હાથ પકડી રાખ્યો હતો.

🟠ABVPનો વિરોધ અને માંગણી:

આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓ અને નેતાઓ એસએસજી હોસ્પિટલ સ્થિત ડીન ઓફિસ પહોંચ્યા હતા. જોકે, ડીન ઓફિસને તાળા લટકેલા જોઈ કાર્યકર્તાઓનો રોષ બેવડાયો હતો અને તેઓએ ત્યાં જ ધરણા શરૂ કર્યા હતા.

  • કૃપા ઠાકોર (ABVP કાર્યકર): “કેમ્પસમાં દીકરીઓ સુરક્ષિત નથી તે નીંદનીય છે. અમે નિષ્પક્ષ તપાસ કમિટીની માંગ કરીએ છીએ અને જો પ્રોફેસર કસૂરવાર સાબિત થાય તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.”
  • વેદ ત્રિવેદી (ABVP અધ્યક્ષ): “13 વિદ્યાર્થીનીઓએ નામ આપ્યા વગર હિંમત બતાવી લેખિત ફરિયાદ કરી છે. તપાસ કમિટીના હેડ 7 દિવસ પછી આવશે તેવી વાતો કરી ન્યાયમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે ચલાવી લેવાશે નહીં.”

🧐તંત્રની ભૂમિકા:

હાલ આ મામલે કોલેજ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ વિદ્યાર્થી સંગઠનોમાં એ વાતને લઈને નારાજગી છે કે આવી સંવેદનશીલ ઘટનામાં પણ તંત્ર ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં સંતોષકારક પગલાં નહીં લેવાય, તો વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Continue Reading
Vadodara7 hours ago

વડોદરા પોલીસની લાલ આંખ: દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા 04 આરોપીઓ ‘પાસા’ હેઠળ જેલભેગા

Vadodara13 hours ago

સરકારી નોકરીના ટેન્શને લીધો યુવાનનો ભોગ; ભાયલીમાં MPના યુવાને ઝેરી દવા પી કરી આત્મહત્યા

Vadodara14 hours ago

“બાપુ ક્યારેય વેચાય નહીં”; વોર્ડ-2 ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપ પટેલ દબાણો સામે અડગ, ચૂંટણી જંગ બન્યો પ્રતિષ્ઠાનો જંગ

Karjan-Shinor14 hours ago

મહારાષ્ટ્રથી ગુજરાતમાં ‘દારૂની એન્ટ્રી’ પર બ્રેક: ઘાસના ભૂસાની આડમાં કન્ટેનરમાંથી મળી 6,300 બોટલો!

Savli15 hours ago

સાવલી-શાંકરદા રોડ પર ટ્રક અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર; કેબિનમાં ફસાયેલા ચાલકનું જેસીબીની મદદથી દિલધડક રેસ્ક્યુ

Vadodara2 days ago

નંદેસરી દારૂ કાંડ: SMCએ મુખ્ય સૂત્રધાર સુનિલ ઉર્ફે અદો કેવલરામાણીને ગુડગાંવથી દબોચ્યો

Vadodara2 days ago

નેતાઓ સાવધાન! વોર્ડ-2 માં 3000 મતદારોએ ઉગામ્યું બહિષ્કારનું શસ્ત્ર; કોર્પોરેટર સામે પ્રજાનો રોષ

Vadodara2 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગાર ‘પંડિત’ને ઝડપ્યો; પત્ની પર હુમલો કરી ફરાર આરોપી ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીમાં પણ નીકળ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli5 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara1 week ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 week ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 week ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending